Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલીનું હાફિઝ સઇદ સાથે છે કનેક્શન

By  | 

1469787565_Captured-Pakistani-Terrorisબહાદુરે પૂછતાછ દરમિયાન કહ્યુ કે તે ભારતીયોને મારી નાંખવા માટે આવ્યો હતો

નવી દિલ્હી, તા. 29 જુલાઇ 2016

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં થયેલી મુઠભેડમાં પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલીએ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂછતાછમાં કેટલાય નવા ખુલાસા કર્યા છે. સૂત્રો અનુસાર પૂછતાછમાં બહાદુરે જણાવ્યુ કે તેને લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે ભારત મોકલ્યો હતો.

બહાદુરે જણાવ્યુ કે તેને ભારતીયો પ્રત્યે ખૂબ જ નફરત છે અને તે ભારતીયોને મારી નાંખવા માટે આવ્યો હતો. રિપોર્ટસ અનુસાર ભારત હવે બહાદુર અલીના આ કન્ફેશન્સને પાકિસ્તાન સામે ઉઠાવી શકે છે.

રિપોર્ટસ અનુસાર બહાદુરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓની પૂછતાછમાં જણાવ્યુ કે તેને લશ્કર ચીફ હાફિઝ સઇદે ભારત મોકલ્યો હતો. બહાદુરે જણાવ્યુ કે તે હાફિઝને ‘ચાચા’ કહીને બોલાવતો હતો. હાફિઝ તેને મૂકવા પણ આવ્યો હતો.

પૂછતાછમાં બહાદુર જણાવ્યુ કે, ‘હું અહીંયા ભારતીયોને મારી નાંખવા માટે આવ્યો હતો. મને ભારતના લોકો જરાય પસંદ નથી.’

આ ઉપરાંત આ પાકિસ્તાની આંતકવાદીએ ભારતમાં પ્રવેશ થવા અંગેની પણ જાણકારી આપી હતી. તેણે જણાવ્યુ કે તેણે સ્થાનિક મદદ લઇને ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બહાદુર અલીની કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નૌગામ વિસ્તારમાં થયેલી મુઠભેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આ મુઠભેડમાં તેના ચાર સાથી મિત્રો માર્યા ગયા હતા. તેણે શરૂઆતની પૂછતાછમાં પોતે પાકિસ્તાની હોવાનું સ્વીકાર્યુ હતુ અને જણાવ્યુ કે તે લાહોરનો રહેવાસી છે. 22 વર્ષીય બહાદુર અલીએ કહ્યુ કે તેણે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબે 21 દિવસની ટ્રેનિંગ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud