પઠાણકોટ એરબેઝ હુમલામાં અમેરિકાએ પાકિસ્તાનની પોલ ખોલી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1469857140_pathankotattack_14698513828અમેરિકાએ NIA ને સોંપ્યુ 1000 પાનાનુ ડોઝિયર

– ડોઝિયરમાં આતંકના આકા અને હુમલાખોરોની વાતચીતમાં પાક.ની કરતૂતોનો ખુલાસો

 

નવી દિલ્હી, તા. 30 જુલાઈ 2016

પાકિસ્તાનની વિરુધ્ધના મહત્વના પુરાવા ભારતને મળ્યા છે. પઠાણકોટ એરબેઝ હુમલામાં પાકિસ્તાનો સામેલ હોય તેવા ભારતના દાવામાં આ પુરાવા ઘણા મદદરૂપ થાય તેવા છે. પઢાણકોટ હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને અમેરિકાએ 1000 પાનાનુ ડોઝિયર સોંપ્યુ.

સૂત્રો અનુસાર, આ ડોજિયરમાં હુમલાને લઈને જૈશ-એ-મોહમ્મદના વડા કાસિફ જાનના ચાર આત્મઘાતી હુમલાખોરોની સાથેની વાતચીત પણ રેકોર્ડ છે. 2008માં થયેલા મુંબઈ બ્લાસ્ટ પહેલા લશ્કરના આતંકીઓ સાથે થયેલી વાતચીતની જેમ જ આ રેકોર્ડને જોવામાં આવી રહ્યુ છે. તે સમયે પણ લશ્કરના આત્મઘાતી હુમલાખોરો કરાચી થી મુંબઈ બ્લાસ્ટનુ કાવતરુ ઘડી રહ્યા હતા.

પઠાણકોટ હુમલા દરમિયાન જૈશ-એ-મોહમ્મદના ચાર હુમલાખોરો પાકિસ્તાનમાં આવેલા પંજાબના નાસિર હુસૈન, ગુજરાનવાલાના અબૂ બકર, અને સિંધ પ્રાંતના ઉમર ફારૂખ તથા અબ્દુલ કયૂમ સતત 80 કલાક સુધી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના માર્ગદર્શકો સાથે સંપર્કમાં હતા. ડોજિયરમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના માર્ગદર્શકોની વચ્ચે નક્કી કરેલા સમયમાં થયેલી વાતચીત પણ નોંધેલી છે.

અમેરિકાએ એનઆઈએને MLAT (પરસ્પર કાનૂની સહાયતા સંધિ) હેઠળ તમામ જાણકારી સોંપી છે. તપાસના આધારે વોટ્સએપ પર વાત ઉપરાંત કાસિમ જાન એક ફેસબુક અકાઉન્ટ પણ ચલાવતો હતો. આ અકાઉન્ટ તે નંબર સાથે જ જોડાયેલો હતો, જેણે એસપી સલવિંદર સિંહના અપહરણ વખતે પઠાણકોટથી ફોન કર્યો હતો.

‘મુલ્લા દાદુલ્લા’ના ફેસબુક ઇકાઉન્ટથી જોડાયેલા નંબર પરથી પણ આતંકવાદીઓએ પાકિસ્તાન ફોન કર્યા હતા. આ અકાઉન્ટ પણ કાસિમ જાન જ ચલાવતો હતો અને તેણે પાકિસ્તાનમાં આવેલી ટેલિકોમ ફર્મ્સ (ટેલિનોર પાકિસ્તાન અને ટેલિનોર કોમ્યુનિકેશન્સ કંપની લિમિટેડ, ઇસ્લામાબાદ) ના આઈપી એડ્રેસનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ફેસબુક પર જેહાદ સાથે જોડાયેલા કંટેન્ટ, વિડિયો અને કમેન્ટ પણ જોવા મળ્યા હતા.

આ કંટેન્ટમાં પાકિસ્તાન સરકારની તરફથી જૈશના આતંકવાદીઓની ધરપકડ કરવા બાબત પર નિંદા વ્યક્ત કરી હતી. આતંકીઓએ જૈશ-એ-મોહમ્મદના ફાઈનાન્સર બોડી અલ-રહમત-ટ્રસ્ટના નંબર પર પણ ફોન કરેલા હતા. આ અંગે એનઆઇએ એ અમેરિકા પાસેથી ટેક્નિકલ મદદ માંગતા આ ચેટ અને એકાઉન્ટની માહિતી માંગી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

45 − 41 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud