ભારતથી ગયેલી એમિરેટ્સની ફ્લાઈટમાં પ્રવાસીઓના ઉતારણ પછી વિસ્ફોટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

Plane-cresh-Picture-2-300x213દુબઈ એરપોર્ટ પર તિરુઅનંતપુરમથી ગયેલી એમિરેટ્સની ફ્લાઈટ નંબર EK521નું કેર્શ લેન્ડિંગ થતાં પ્લેનમાં પ્રવાસીઓના ઉતરાણ પછી એક મિનિટે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં તમામ ઉતારુઓનો આકસ્મિક બચાવ થયો હતો.

દુબઈ એરપોર્ટ પર લેન્ડિંગ થતું પ્લેન ક્રેશ થતાં અફડાતફડીનો માહોલ થઈ ગયો હતો. પ્લેનમાંથી નિકળતા કાળા મોટા મોટા ઘુમાડાને જોઈને તમામના શ્વાસો થંભી ગયા હતા. સૌથી મોટો ખતરો તેમાં સવાર 275 લોકોને હતો. આ પ્લેનની પુંછડી અને ડાબી પાંખમાં આગ લાગી હતી.

Close ad X

આ અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ યાત્રીઓનો બાલ બાલ બચાવ થયો હતો. ઉતારુઓ ઉતરી ગયાની એક મિનિટ પછી વિસ્ફોટ થયો હતો. તેથી તમામ યાત્રીઓનો આકસ્મિક બચાવ થયો હતો. કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

હેલ્પલાઈન નંબર
જો તમારા કોઈ સગા કે સંબંધી આ વિમાનમાં પ્રવાસ ખેડતા હોય તો તમે અહિં આપેલા હેલ્પ લાઈન નંબરોનો ઉપયોગ કરી શકો છે.

તિરુઅનંતપુરમઃ 0471-3377337
દુબઈઃ 800211
યૂકેઃ 00442034508853
અમેરિકાઃ 001811352081

આ ઘટના પછી દુબઈ એરપોર્ટથી જનારી તમામ ફ્લાઈટ પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડી હતી. પ્લેનમાં સવાર યાત્રીઓએ સોશિયલ મીડિયા પર પ્લેનમાંથી નિકળતા ધુમાડાની તસવીરો શેયર કરી હતી. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 12.45 મિનિટે થઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

11 − = 5

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud