માઓવાદી નેતા પ્રચંડ નેપાળના વડા પ્રધાન બન્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-PRACHANDAપ્રચંડનું સાચુ નામ પુષ્પ કમલ દાહલ છે

573માંથી 363 મતો મળ્યા, નેપાળના 24મા વડા પ્રધાન

કાઠમંડુ, ઓગસ્ટ 3

નેપાળના 24મા વડા પ્રધાન તરીકે માઓવાદી નેતા પ્રચંડની વરણી થઈ છે. સંસદના 573 પૈકી 363 મતો પ્રચંડને મળ્યા હતા. પ્રચંડ તરીકે વધારે જાણીતા આ નેતાનું ખરું નામ તો પુષ્પ કમલ દહાલ છે. અગાઉ તેઓ માઓવાદી નેતા હતા અને સરકાર સામે લડત આપતા હતા. આ વડા પ્રધાન તરીકે પ્રચંડની બીજી ટર્મ છે. 2008થી 2009 વચ્ચે પણ તેઓ વડા પ્રધાન હતા.

1990થી નેપાળ ચૂંટણી દ્વારા વડા પ્રધાન પસંદ કરતું આવે છે. એ પછીથી આ 24મા વડા પ્રધાન છે. પ્રચંડ હાલ 61 વર્ષના છે. નેપાળમાં ભાગ્યે જ કોઈ વડા પ્રધાન લાંબો સમય ટકી શકે છે. પ્રચંડ પણ ક્યાં સુધી ટકે એ જોવાનું છે.

ગયા મહિને કે.પી.શર્માએ રાજીનામુ આપ્યા પછીથી વડા પ્રધાનની ખુરશી ખાલી જ હતી. માઓવાદી ધારાસભ્યોના સહકારથી કે.પી. સરકાર ચાલી રહી હતી. તેમાંથી માઓવાદીઓએ ટેકો પાછો ખેંચી લેતા એ સરકાર પડી ભાંગી હતી.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

15 + = 21

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud