પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ ડોક્ટરની ગોળીમારીને હત્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

– આ હત્યાને ‘ધર્મ પ્રેરિત હત્યા’ તરીકે જોવામાં આવી રહી છે

કરાચી, તા. 06 ઓગષ્ટ 2016

પાકિસ્તાનના પોર્ટ શહેર કરાચીમાં 56 વર્ષના હિન્દુ ડોક્ટરની તેમના ક્લિનિકની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાને ‘ધર્મથી પ્રેરિત હત્યા’ તરીકે જોવામાં આવી રહી છે. ગુરુવારે પાક કોલોનીમાં બારા રોડની નજીક ગાર્ડન ઈસ્ટના રહેવાસી ડોક્ટર પ્રીતમ લખવાનીને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. લખવાનીને અબ્બાસી શહીદ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેમને આગા ખાન યુનિવર્સીટી હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા જ્યા તેમનુ મોત થયુ હતુ.

તેમના પુત્ર રાકેશ કુમાર અનુસાર સૂત્રોએ જણાવ્યુ કે, ‘જે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ક્લિનિક પરથી ઘરે આવી રહ્યા હતા.’ કુમારે જણાવ્યુ કે, ‘કોઈએ મારા પિતાના ફોનથી મને ફોન કર્યો અને મને કહ્યુ કે, તેમની હત્યા કરી દેવામાં આવી છે.’ તેમણે જણાવ્યુ કે, તેમના પિતાની કોઈની  સાથે વ્યક્તિગત દુશ્મનાવટ ન હતી અને કોઈ ધમકી ભર્યા ફોન પણ આવ્યા ન હતા.

તેઓ છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યા હતા. પોલીસ આ હત્યા પાછળના રહસ્યની તપાસ કરી રહી છે. ડોક્ટરનુ ક્લિનિક રહેણાંક વિસ્તારમાં આવેલુ છે અને આ ઘટના તે સમયે બની જ્યારે તે વિસ્તારમાં લાઈટો જતી રહી હતી. પોલીસે જણાવ્યુ કે, હજીસુધી તે સ્પષ્ટ નથી થયુ કે, હત્યા કરનાર કોણ હતુ કે જેને અંધારાનો ફાયદો ઉઠાવીને આ કૃત્યને અંજામ આપ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud