કાલે 12:39 વાગ્યે વિજય મૂહુર્તમાં શપથવિધિ, નવા મંત્રીમંડળમાં કોણ હશે?

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

V-300x250 ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલે આજે રાજ્યપાલના નિવાસસ્થાને જઈ તેમની મુલાકાત કરી હતી. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સીએમ અને ડેપ્યુટી સીએમનું મોં મીઠું કરાવ્યું હતું. રૂપાણીએ અહીં રાજ્યપાલને આવતીકાલે શપથવિધિ યોજવાની માહિતી આપી તેમનો સમય માંગ્યો હતો. આવતીકાલે વિજય રૂપાણી વિજય મૂહુર્ત 12:39 કલાકે અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારંભ યોજાશે. સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બીજા કયા મંત્રીઓ શપથ લેશે તેની હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજીબાજુ વિજય રૂપાણીએ પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજય રૂપાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રાજીનામું મોકલી આપ્યું છે. નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની પણ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આજે સવારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બંગલે પ્રદિપસિંહ જાડેજા, રમણલાલ વોરા, શંકર ચૌધરી, દિનેશ શર્મા, આર સી ફળદુ, આઇ કે જાડેજા, સૌરભ પટેલ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. પરંતુ આનંદીબહેન પટેલ હાજર રહ્યાં નહોતા, તેની સૌ કોઇએ નોંધ લીધી હતીહવે વિજય રૂપાણીના મંત્રી મંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે અને તેમના કયા ખાતા ફાળવાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

43 + = 44

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud