બેન’ની જાહેરાત ‘રૂપાણી’એ લટકાવી, ૧૫ ઓગષ્ટથી ટોલટેક્ષ મુકિત નહિ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

vijay-rupani-L-REUTERSમુખ્યમંત્રી કહે છે ટોલટેક્ષ નાબુદીનો અમલ થશે પણ ક્યારે તે નક્કી નથી, સરકાર લાચાર છે..

ગુજરાતના ૧૬મા સીએમ બનેલા વિજય રુપાણીએ પદ સંભાળ્યાના બીજા જ દિવસે ગુજરાતીઓને આંચકો લાગે તેવું નિવેદન કર્યું છે. ન્યૂઝ ચેનલ ટીવી નાઈનને આપેલા એક ઈન્ટર્વ્યુમાં રુપાણીએ કÌšં હતું કે, આનંદીબેન દ્વારા ૧૫મી ઓગસ્ટથી ટોલ ટેક્સ નાબૂદ કરવાની જે જાહેરાત કરવામાં આવી હતી તે હાલ વિચારણા હેઠળ છે. રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી ટોલ ટેક્સ નાબૂદ કરવા સરકાર વિચારી રહી છે, પરંતુ ૧૫મી ઓગસ્ટની તારીખ તેના માટે ઘણી વહેલી છે. રુપાણીએ એમ પણ કÌšં હતું કે, આનંદીબેન દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવી છે તેને અમલમાં મૂકવા માટે તેમની સરકાર પૂરેપૂરા પ્રયાસ કરશે.
રુપાણીની સરકાર સામે મોટી ચેલેન્જ ૨૦૧૭ની ચૂંટણીમાં પક્ષનો દેખાવ જાળવી રાખવાની છે, ત્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં પોતે પક્ષનો ચહેરો બનશે કે કેમ તે અંગે રુપાણીએ કÌšં હતું કે, તેનો નિર્ણય પક્ષ લેશે. કેજરીવાલ જે રીતે ગુજરાતમાં સક્રિય થઈ રહ્યા છે તે અંગે રુપાણીએ કÌšં હતું કે, કેજરીવાલ કોઈ પડકાર જ નથી. દિલ્હીમાં તેઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે, ચૂંટણી વખતે આપેલા વચનો પણ તેમણે નથી નીભાવ્યા. રુપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની પ્રજા કેજરીવાલ જેવી કોઈ તિકડમબાજી નહીં ચલાવે.
રુપાણી સામે સૌથી મોટા પડકાર તરીકે જાવાઈ રહેલા અને જેના લીધે આનંદીબેનના સત્તાના મૂળ હચમચી ગયા તેવા પાટીદાર આંદોલનને રુપાણીએ એક સમસ્યા ગણાવ્યું હતું. રુપાણીએ કÌšં હતું કે, પાટીદરો દ્વારા અનામત માટે કરાઈ રહેલી માંગ એક પડકાર નહીં, પરંતુ સમસ્યા છે અને તેનો ઉલેક લાવવા માટે તેઓ પૂરા પ્રયાસ કરશે. તેમણે કÌšં હતું કે, પાટીદાર સમાજની માંગો પૂરી કરવા સરકારે અનેક પગલાં લીધા છે. પાટીદરોની લાગણીને માન આપી સરકાર તેમની ચિંતા કરે છે. સરકારે આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચ્યા છે, યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી, ઈબીસી માટે સરકાર સુપ્રીમમાં જવાની છે.
આનંદીબેનના કેટલાક વિશ્વાસુ મંત્રીઓને પડતાં મૂકવા અંગે રુપાણીએ કÌšં હતું કે, કોઈની બાદબાકી કરાઈ નથી. જે લોકો મંત્રીમંડળમાં સમાવેશ નથી પામ્યા તેમને નવી જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાતમાં ભાજપના શાસનમાં પહેલીવાર ડેપ્યુટી સીએમનું પદ રુપાણીની સરકારમાં ઉભું કરવામાં આવ્યું છે. આ અંગે રુપાણીએ કÌšં હતું કે, હાલ જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપના જ નેતા ઉપમુખ્યમંત્રી છે જ, નરેન્દ્ર મોદીના શાસન વખતે તેની જરુર નહોતી પડી.
સમગ્ર દેશમાં ગાજેલા ઉનાકાંડ અંગે રુપાણીએ જણાવ્યું હતું કે, આ મામલે માત્ર રાજકારણ કરવામાં આવ્યું છે. સરકારે તમામ આરોપીને પકડી લીધા છે અને તેમની સામે સખ્ત કાર્યવાહી કરી છે.
જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પીડિતોને વળતર પણ અપાયું છે. જાકે, રુપાણીએ એ પણ સ્વીકાર્યું હતું કે, રાજ્યમાં જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેનું અંતર વધ્યું છે. તેમણે કÌšં હતું કે, મતના રાજકારણમાં કોઈ પણ વ્યÂક્ત કે પક્ષે એવું ન કરવું જાઈએ કે જેનાથી શાંતિ અને ભાઈચારો જાખમાય.
આનંદીબેનના શાસન દરમિયાન સરકાર પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે રુપાણીએ કÌšં હતું કે, આગામી દિવસોમાં તેમની સરકાર ભ્રષ્ટાચાર સામે જંગ શરુ કરશે અને પાદર્શક વહીવટ આપવો તેમની સરકારની પ્રાયોરિટી રહેશે. રાજ્યમાં શિક્ષણના પ્રશ્નો અને સ્વનિર્ભર કોલેજાની વધી રહેલી સંખ્યા અંગે તેમણે કÌšં હતું કે, સરકારની મર્યાદા હોવાથી સ્વનિર્ભર કોલેજા શિક્ષણ આપી રહી છે, પરંતુ તેમાં ભણનારા ગરીબ વિãાર્થીઓને સરકાર સહાય કરી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

67 − 62 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud