Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

પાકિસ્તાનના ક્વેટાની હોસ્પિટલમાં ફરી આત્મઘાતી હુમલો

By  | 

1470900147_CpjjNJrVIAA0wth– આત્મઘાતી હુમલામાં 13 લોકો ઘાયલ, ત્રણ દિવસમાં બીજીવાર હુમલો થયો

– ગત સોમવારે ક્વેટાની સિવિલ હોસ્પિટલ થયેલા બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા હતા

ઈસ્લામાબાદ, તા. 11 ઓગષ્ટ 2016

પાકિસ્તાનના ક્વેટામાં આવેલી એક હોસ્પિટલ પાસે આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં 13 લોકોના ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. જોકે સ્થાનિક અધિકારી તરફથી આ ઘટનામાં હજુ સુધી કોઇ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.

સુરક્ષાદળનુ કહેવુ છે કે, બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં થયેલો આ ધડાકો એટલો તીવ્ર હતો કે, આસપાસની બિલ્ડિંગોના કાચ પણ તૂટી ગયા હતા. જો કે પોલીસ બોમ્બ બ્લાસ્ટથી સંકળાયેલી માહિતી એકઠ્ઠી કરી રહી છે.

સુરક્ષાદળોએ ઘટના સ્થળ પર પહોંચીને ધડાકાની પુરૂ માહિતી એકત્રીત કરી લીધી છે. રેસ્ક્યૂ ટીમે અને સુરક્ષાદળે પોસ્પિટલ લઈ જવાનુ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે ક્વેટામાં જ સિવિલ હોસ્પિટલમાં થયેલા ધડાકામાં લગભગ 100 લોકોના મોત થયા હતા. જેમાં વધુ પડતા વકીલ અને પત્રકાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud