Saurashtra Bhoomi News

ચીનમાં ખૂલશે વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ, ઊભા રહી શકશે 800 લોકો

Want create site? Find Free WordPress Themes and plugins.

ચીનના હુનાન પ્રોવિન્સમાં બનેલા વિશ્વના સૌથી લાંબા અને ઊંચા ગ્લાસ બ્રિજને 20 ઓગસ્ટે (શનિવારે) લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેની લંબાઇ 430 મીટર અને પહોળાઇ છ મીટર છે. તેને પહાડના બે શિખરો વચ્ચે જમીનથી 300 મીટરની ઊંચાઇએ બનાવવામાં આવ્યો છે. ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનના મામલમાં બ્રિજે 10 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. ટેસ્ટ દરમિયાન તેની મજબૂતી ચકાસવા માટે તેના પરથી બે ટનની કાર પણ પસાર કરવામાં આવી હતી. તે સિવાય લોકો પાસે જોરથી હથોડા મરાવી ગ્લાસની મજબૂતાઇનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઝાંગજિયાજીમાં તૈયાર આ બ્રિજથી રોજ 8000 વિઝિટર્સને પસાર થવાની પરમિશન હશે. 800 લોકો એક જ સમયે બ્રિજ પર ઊભા રહી શકશે.
બ્રિજ પર એડવેન્ચર સ્પોર્ટ્સ
– ચીનમાં આ બ્રિજને ઇઝરાયેલી આર્કિટેક્સ હેમ દોતને ડિઝાઇન કર્યો છે.
– બ્રિજની વચ્ચે બંજી જમ્પિંગ પ્લેટફોર્મ લગાવવામાં આવ્યું છે, જેથી બે પહાડોની વચ્ચે લોકો એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકશે.
– બ્રિજ જોવા માટે વિઝિટથી એક દિવસ પહેલા રિઝર્વેશન કરાવવું પડશે.
– ગત વર્ષે ડિસેમ્બરમાં જ આ બ્રિજનું કન્સ્ટ્રક્શન પૂર્ણ થયું.
આવી રીતે ચકાસાઇ મજબૂતી
– બ્રિજ મેનેજમેન્ટ કમિટી અનુસાર, તેમાં ત્રણ લેયર અલ્ટ્રા સુપર ટ્રાન્સપરન્ટ ગ્લાસના 99 ટુકડા લગાવવામાં આવ્યા છે. ગ્લાસની જાડાઇ ત્રણ મીટરથી સાડા ચાર મીટર સુધીની છે.
– આ વર્ષે જુલાઇમાં બ્રિજની મજબૂતાઇનું ટેસ્ટિંગ કરવા માટે તેના પરથી બે ટનની કાર પસાર કરવામાં આવી હતી.
– તે સિવાય એન્જિનિયર્સે 30 લોકોને બ્રિજને હથોડા મારીને તોડવા માટે બોલાવ્યા હતા.
– લોકોએ સાડા પાંચ કિલો વજનના હથોડાથી ઘણા ઘા કર્યા, પરંતુ કાચમાં માત્ર તિરાડ જ પડી.
બ્રિજ ક્યાં બન્યો છે?
– ઝાંગઝિયાની ગ્રાન્ડ કેન્યન એરિયામાં.
– હુનાન પ્રોવિન્સના સાઉથ-વેસ્ટ સિટી ઝાંગજિયાજીથી 60 કિમી દૂર.
ટિકિટ કેટલાની
– ઝાંગજિયાની ગ્રાન્ડ કેન્યન વિસ્તારની સુંદરતા જોવા માટે 1220 રૂ.ની ટિકિટ
– બ્રિજ પર જવાની ટિકિટ અંદાજે 1400 રૂ.ની
Did you find apk for android? You can find new Free Android Games and apps.