Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

પી.વી.સિંધુએ બેડમિન્ટન ફાઇનલમાં પ્રવેશ કર્યો

By  | 

1471604376_PV-Sindhu-enters-final-of-wરિયો ઓલિમ્પિક 2016 : – સિંધુ દ્વારા ભારતનું સિલ્વર મેડલ હાંસલ કરાવાનું નિશ્ચિત છે

– બેડમિન્ટનમાં સિંધુનો ફાઇનલ મુકાબલો સ્પેનની કૈરોલિના મારિન સાથે થશે

રિયો ડી જનેરિયો, તા. 19 ઓગષ્ટ 2016

પોતાનો પ્રથમ ઓલિમ્પિક ગેમમાં ભાગ લઇ રહી ભારતની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ બ્રાઝીલની યજમાનીમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં ગુરુવારે મહિલા એકલ વર્ગના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને ભારતને બેડમિન્ટનમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરાવવાની આશા જગાવી દીધી છે. બુધવારે કુસ્તીમાં સાક્ષી મલ્લિક દ્વારા બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યાના 24 કલાકની અંદર સિંધુએ ભારતને બીજી મોટી સફળતા અપાવી દીધી છે.

જો કે ગુરુવારે ભારતને મહિલાઓની કુસ્તી સ્પર્ધામાં એક નિરાશા પણ હાથ લાગી છે. ફ્રીસ્ટાઇલ કુસ્તીના 53 કિલોગ્રામ ભારવર્ગમાં બબિતા કુમારી પ્રી ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. બબિતાનો રિયો ઓલિમ્પિકમાં આ પ્રથમ મુકાબલો જ હતો. તેમને ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સફળતા મળી હતી. પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી આશા બનીને ઉભરી સિંધુના મુકાબલા પર તમામ લોકોની નજર હતી અને સિંધુએ સવા કરોડ ભારતીય આશાઓને નિરાશ કરી નથી.

રિયોસેન્ટર પેવેલિયન-4માં રમવામાં આવેલા સેમીફાઇનલ મુકાબલામાં સિંધુએ છઠી અગ્રતા ધરાવતી ખેલાડી જાપાનની નિજોમી ઓકુહારાને સરળ ગેમમાં 21-19, 21-10થી જીત હાંસલ કરીને ફાઇનલની ટિકીટ હાંસલ કરી લીધી છે.

ફાઇનલમાં સિંધુનો સામનો ટોચની અગ્રતા મેળવનાર સ્પેનની કૈરોલિના મારિન સાથે થશે. સિંધુ જો હવે ફાઇનલ મેચ હારી જાય છે તો તેમનું સિલ્વર મેડલ મેળવવાનું નિશ્ચિત છે, જે ભારતનો ઓલિમ્પિકમાં બેડમિન્ટનનું પ્રથમ સિલ્વર મેડલ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 6 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud