Saurashtra Bhoomi News

PM નરેન્દ્ર મોદીના સૂટને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું

Want create site? Find Free WordPress Themes and plugins.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની હરાજીમાં 4.31 કરોડની કિંમત ઉપજી હતી તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. કોઇ સૂટની હરાજીમાં સૌથી ઊંચી બોલાઈ હોય તેવી કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે. હરાજીમાં સૌથી ઉંચી બોલીને નમો સ્ટ્રીપવાળો સૂટ મેળવનાર ડાયમંડ અગ્રણી લાલજીભાઈ પટેલે અસ્સલ મોદીના પ્રિતિબિંધ જેવું સ્ટેચ્યુ બનાવી તેને પહેરાવી ઓફિસના મુખ્ય પ્રવેશદાર પાસે જ સજાવ્યો છે. 4.31 કરોડનો મોદી સૂટ અને 2.50 લાખના સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. ઓફિસમાં કામકાજ અર્થે આવતા વિદેશીઓ પણ તેમાંથી બાકાત નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.