Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

બિહાર મધ્યાહન ભોજન કરૃણાંતિકામાં સ્કૂલ પ્રિન્સિપાલને ૧૭ વર્ષની સજા

By  | 

images

– કોર્ટે છપરા કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો

– મીના દેવીને ૧.૭૫ લાખ રૃપિયાનો દંડ

૧૬ જુલાઇ, ૨૦૧૩ના રોજ શાળમાં વાસી ખોરાક અપાતા ૨૩ બાળકોનાં મોત થયા હતાં

 

છપરા(બિહાર), તા. ૨૯
બિહારના છપરાના ગંડામનમાં જુલાઇ, ૨૦૧૩માં મધ્યાહન ભોજન ખાવાથી ૨૩ બાળકોના મોત થવાના કેસને કોર્ટે ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવી શાળાના આચાર્ય મીના દેવીને કલમ ૩૦૪ હેઠળ ૧૦ વર્ષ અને કલમ ૩૦૮ હેઠળ ૭ વર્ષ એમ કુલ ૧૭ વર્ષની સજા ફટકારી છે.  કોર્ટે મીના દેવી પર ૧.૭૫ લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ૧૬ જુલાઇ, ૨૦૧૩ના રોજ બનેલી આ ઘટનામાં ૨૩ બાળકોનાં મોત થયા હતાં અને બીજા અનેક બાળકો બીમાર થયા હતાં.
મીના દેવીને કલમ ૩૦૪ હેઠળ ૧૦ વર્ષ અને કલમ ૩૦૮ હેઠળ ૭ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે કોર્ટે મીના દેવીના પતિના પુરાવાના અભાવે મુક્ત કરી દીધા છે. આ અગાઉ ૨૪ તારીખે કોર્ટે મીના દેવી વિરુદ્ધ  મૂકવામાં આવેલી આઇપીસીની કલમ ૩૦૨, ૩૦૭ અને ૩૨૮ને દૂર કરી હતી જ્યારે ૩૦૪ અને ૩૦૮ હેઠળ દોષિત જાહેર કર્યા હતાં.
૧૬ જુલાઇ, ૨૦૧૩ના રોજ ગંડામાનની પ્રાથમિક શાળામાં ૮૦ બાળકોએ સોયાબીનની કઢી અને ચોખા ખાદ્યા હતાં. આ દિવસે પુસ્તકોની વહેંચણી થવાની હોવાથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળામાં હાજર હતાં. તે સમયે આ શાળા એક હોલ ઘરાવતા કોમ્યુનિટી સેન્ટરમાં ચલાવવામાં આવતી હતી.  આ ઘટનાના વિરોધમાં ગામના લોકો હિંસક વિરોધ સાથે સડકો પર ઉતરી આવ્યા હતાં. ૧૬ જુલાઇ, ૨૦૧૩ના રોજ ધરમસતી પ્રાથમિક શાળામાં ૪ થી ૧૨ વર્ષના બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ રાંધવામાં આવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોને ભોજન સ્વાદમાં વિચિત્ર લાગતા તેમણે આચાર્યને ફરિયાદ કરી હતી. આચાર્યએ ભોજન પર ધ્યાન આપવાને બદલે ફરિયાદ કરનારા બાળકોને ધમકાવ્યા હતાં. ભોજન લીધાના ૩૦ મિનિટ પછી જ બાળકોનેે પેટમાં દુખાવો, ઉલટી અને ડાયેરિયાની તકલીફ શરૃ થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 3 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud