એક લાખની વિશાળ જનમેદનીની ઉપસ્થતિમાં સૌની યોજનાનું લોકાર્પણ કાર્ય સંપન્ન સૌરાષ્ટ્રનાં ૧૦ જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે.

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

DSC_0006 DSC_0052 DSC_0079રાજકોટ/સણોસરા
ગુજરાત સરકારની અત્યંત મહત્વકાંક્ષી ૪ વર્ષ જુની સૌની યોજનાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજી-૩ ડેમ સાઈટ ખાતેથી લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે. મુખ્યમંત્રી નીતીન પટેલ સહિત ગુજરાતનું સમગ્ર પ્રધાનમંડળ, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તેમજ લગભગ એક લાખની વિશાળ જનમેદનીની ઉપસ્થતિમાં સૌની યોજનાનું લોકાર્પણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. આ યોજનાનાં પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્રનાં ૧૦ જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે.
આ પ્રસંગે ઉપÂસ્થત વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનનો પ્રારંભ નર્મદે… સર્વદે…નાં નારાથી કર્યો હતો. વડાપ્રધાને સંબોધનનો પ્રારંભ હળવા મુડ સાથે કરતા ઉપÂસ્થત જનમેદનીને ‘કેમ છો ?’ કહી એવું જાણવા માંગ્યું હતું કે, તમે જેવો મોકલ્યો હતો તેવો જ છું કે, બદલાઈ ગયો છું ? તેમ કહેતા લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતું. વડાપ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રની પ્રથમ મુલાકાતે આવેલા અને ઉપ2સ્થત જનમેદનીને વડાપ્રધાન બન્યા બાદની પ્રથમ જાહેર સભાને સંબોધન કરતા તેમણે કહયું કે, હવે હું તમારી કોઈ ફરીયાદ નહી રહેવા દઉ. હું ગુજરાત સરકારનો આભારી છું. હું ગુજરાત પાસેથી ઘણું શીખ્યો છું. સૌની યોજના એ નાની સુની સિધ્ધી નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ તેના ઉપર ગર્વ કરે તેવી આ યોજના છે. આ યોજનાને સમજવાની જરૂર છે. સમૃÂધ્ધ આ પ્રકારે આવી યોજનાઓથી આવતી હોય છે, (સહાયનાં) ટુકડા ફેકવાથી ચૂંટણીઓ ચાલે દેશ ચાલી શકે નહી તેવી વડાપ્રધાને માર્મિક ટકોર કરી હતી. આવનારી પેઢીઓ માટે પાણી રહેવું જરૂરી છે. સૌની યોજના સૌનું ભલુ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. આપણે પાણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જાઈએ તેમ જણાવતા વડાપ્રધાને તેમની સરકારની વિવિધ સિÂધ્ધઓની વર્ણવી હતી જેમાં ગરીબોને ગેસ કનેકશનનું માંગે ત્યારે તદ્‌ન રાહત ભાવે વિતરણ, એલઈડી બલ્બનું રાહત ભાવે સમગ્ર દેશમાં વિતરણ જેમાં ગુજરાત બે કરોડ બલ્બનાં વેચાણ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે પોતાનો ઉલ્લેખ કરતા કહયું કે, ગુજરાતનો વિકાસનો મંત્ર સમગ્ર દેશમાં પરીવર્તન લાવશે. ગુજરાતને નીચા જાણું થાય તેવું કોઈ કૃત્ય નહી થવા દેવાય. ચાલુ વર્ષે સારા ચોમાસાને કારણે આપણે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી શકીશું તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. મંદીનાં વાતાવરણમાં પણ ભારતે પોતાની દિશા આગળ વધારી છે. વિશ્વનાં આર્થિક સંપન્ન દેશો સામે પણ ભારત વિકાસમાં આગળ વધી ગયું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આજે આ યોજના થકી નર્મદા યોજના ગુજરાતની ૬ નદીઓ સાથે જાડાઈ ગઈ છે. આવી જ રીતે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા જળક્રાંતિ કરવાની સરકારની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ગુજરાતની ધરતી નમન કરૂ છું તેમ કહીને નર્મદે.. સર્વદે.નાં નાદ સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યુ હતું.
દરમ્યાનમાં ગુજરાત સરકારની અત્યંત મહત્વકાંક્ષી સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧પ ડેમ નર્મદા નીરથી ભરી દેવાની રૂ.૧ર હજાર કરોડની યોજનાની પ્રથમ લીંકનું લોકાર્પણ આજે સવારે રાજકોટ-જામનગર જીલ્લાની હદમાં આજી-૩ ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું અને તે સાથે સૌરાષ્ટ્રમાં સિંચાઇ-પીવાની પાણીની જટીલ સમસ્યાનું નિરાકરણ માટે આ પ્રથમ ચરણ સાકાર થયું છે.
વડાપ્રધાન દિલ્હીથી ઉપડી સવારે એરફોર્સના સ્પે. વિમાન મારફત જામનગર પહોંચ્યા હતા. ત્યાંથી હેલીકોપ્ટર મારફત જામનગર હાઇવે ઉપર આજી-૩ ડેમથી ૭ કિ. મી. દુર સણોસરા ગામના પાટીયા પાસે બનાવાયેલ સ્પે. હેલીપેડ ઉપર ઉતરાણ કરી સીધા આજી-૩ ડેમ ઉપર પહોંચેલ અને તેઓએ આજી-૩ ડેમ ઉપરના કુલ ૧૮ દરવાજામાંથી ગેઇટ નં. ર-૩-૪ ઇલેકટ્રોનીક સ્વીચ મારફત દરવાજા ખોલી આજી-૩ ડેમના ધસમસતા નીર આજી-૪ ડેમમાં ઠાલવવાની સૌની યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. નોંધનીય છે કે, આજી-૪ ડેમ આજી-૩ થી ૧૮ કિ.મી. દુર આવેલો છે, જેમાં નદી મારફત પાણી ત્યાં પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન સણોસરા ખાતે બનાવાયેલ ત્રણ વિશાળ ડોમ ખાતે પહોંચ્યા હતા અને ૮૦ હજારની વિશાળ જન મેદનીને સંબોધી હતી.
સૌની યોજના હેઠળ આજી-૩માંથી આજી-૪ ઉપરાંત પમ્પીંગ દ્વારા ઉંડ-૧ ડેમમાં પણ પાણી ઠલવાશે. મચ્છુ-ર માંથી આજી-૩ ઉપરાંત વાલ્વ દ્વારા ડેમી-૧, ડેમી-ર, બંગાવડી-ખોડાપીપર ડેમમાં પાણી ઠાલવવા તો ઉંડ-૧ માં પાણી પહોંચ્યા બાદ વાલ્વ દ્વારા જામનગર જીલ્લાના રણજીતસાગર-સસોઇ – સાની, બાલંભા ડેમ ભરવા અંગે કવાયત શરૂ કરાઇ છે. કલેકટર વિક્રાંત પાડેના જણાવ્યા મુજબ હાલ મચ્છુ-ર ડેમમાંથી દરરોજ આજી-૩ માં પપ૦ કયુસેક પાણીનું આગમન થાય છે, ડેમ પ૭ ટકા ભરેલો છે. દરવાજા ઇલેકટ્રીક સ્વીચ, ડીઝલ, મેન્યુઅલ, સહિત કુલ ૪ રીતે ખોલી શકાય છે, આજી-૩ – ૧૯૮૪માં બન્યા બાદ દર દસ વર્ષે ત્રણ વખત ઓવર ફલો થવાની એવરેજ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 5

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud