– મોદી સરકારે કાશ્મીરી યુવાનોના રમત ગમત માટે 200 કરોડનુ પેકેજ જાહેર કર્યું
નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર 2016
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના યુવાનોને રમત સાથે જોડવા માટે વિશેષ પહેલ કરી છે. 50થી પણ વધુ દિવસોની અશાંતિના વાતાવરણમાંથી પસાર થયેલા વિસ્તારમાં સકારાત્મક રમતની પ્રવૃત્તિઓ માટે પીએમના તરફથી 200 કરોડ રૂપિયાની એક વિશેષ પેકેજની જાહેરાત કરી છે.
આ પેકેજ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં ઈનડોર સ્પોર્ટીંગ હોલ બનાવામાં આવશે, તેથી વર્ષો સુધી યુવાનો રમવા માટે તેનો ઉપયોગ કરી શકે. આટલુ જ નહી, શ્રીનગર અને જમ્મુ કાશ્મીરમાં આવેલા બે સ્ટેડિયમનો દરજ્જો વધારીને આંતરરાષ્ટ્રીય સ્તરનો કરવાની યોજના પણ છે. પેકેજ હેઠળ પૂંછ, રાજૌરી, ઉધમપુરમાં આવેલા સ્ટેડિયમનો દરજ્જો પણ વધારવામાં આવશે. તેની સાથે જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવા માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે.
યુવાનોને તરત રમત સાથે જોડવા માટે જમ્મુ કાશ્મીર રાજ્ય રમત કાઉન્સિલ દ્વારા ‘સ્પોર્ટસ ફોર ઓલ’ કાર્યક્રમનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ફૂટબોલઅને અન્ય લોક પ્રિય રમતોના વિકાસ માટે ગ્રામીણ સ્તર પર સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની સ્પર્ધા માટે જમ્મુ કાશ્મીરરાજ્ય રમત કાઉન્સિલને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.