રિલાયન્સ Jioથી BSNL મેદાનમાં, માત્ર Rs. 1 માં 1GB ડેટા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-phpThumb_generated_thumbnail6– BSNLમાં માત્ર પેક સસ્તુ, સ્પીડ ઓછી

– Jioની પીક ડાઉનલોડની સ્પીડ 135 mbpsનો ટાર્ગેટ

નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર 2016

રિલાયન્સ જિયો તરફથી 50 રૂપિયામાં 1 જીબી 4G ઈન્ટરનેટ આપવાની યોજનાને ટક્કર આપવા માટે BSNL મેદાનમાં આવી ગયુ છે. સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ આ વિષયમાં જ મોટી જાહેરાત કરી છે. આ કંપની માત્ર એક રૂપિયામાં 1જીબી ડેટા આપશે.

બીએસએનએલ 9 સપ્ટેમ્બરથી શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડના નવા ગ્રાહકો માટે એક્સપીરિયન્સ અનલિમિટેડ બીબી-249 પ્લાન તૈયાર કર્યો છે. તેમાં 249માં 300 જીબી સુધીનો ડેટા ડાઉનલોડ કરી શકાશે.

બીએસએનએલના ચીફ જનરલ મેનેજર જીસી પાંડેએ જણાવ્યુ કે, 249માં આપવામાં આવનારા 300 જીબી ડેટા પ્લાનનો ફાયદો ગ્રાહકોને 6 મહિના સુધી મળશે. તેમાં ગ્રાહકોને 2 એમબીપીએસની સ્પીડ શરૂઆતમાં 1 જીબી સુધી મળશે. ત્યારબાદ 1 એમબીપીએસની સ્પીડ મળશે.

રિલાયન્સની 4જી સર્વિસ બેસ્ટ છે, જેમાં સ્પીડ સૌથી મહત્વનુ પરિબળ છે. બ્રોડબેન્ડમાં સ્પીડ લીમીટેશન છે. બીએસએનએલનુ જ કહેવુ છે કે, શરૂઓતની સ્પીડ 2 એમબીપીએસ રહેશે. બીજી તરફ જિયોએ પીક ડાઉનલોડની સ્પીડ 135 એમબીપીએસનો ટાર્ગેટ રાખ્યો છે. તેનો અર્થ એ છે કે, બીએસએનએલમાં સ્પીડ ઓછી, પરંતુ ડેટા પેક સસ્તુ મળશે. બીએસએનએલ પાસે બ્રોડબેન્ડ કનેક્શનમાં લગભગ 2 કરોડ ગ્રાહકોનો આધાર છે. જેનો તેમને ફાયદો મળશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 30 = 35

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud