Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

Phone7આજે લૉન્ચ થશે, નવા ફોનમાં કેટલાય ફેરફાર જોવા મળશે

By  | 

1473234794_apple-launch-event-on-septe એપલ કંપનીના સીઇઓ ટિમ કુક નવો આઇફોન લૉન્ચ કરશે

– જાણો, કેવી રીતે જોશો આઇફોન લૉન્ચની લાઇવ ઇવેન્ટ

નવી દિલ્હી, તા. 7 સપ્ટેમ્બર 2016

આજે સમગ્ર દુનિયામાં આઇફોન યૂઝર્સ માટે ખુશીનો દિવસ છે. ટેક્નોલૉજી દિગ્ગજ એપલ પોતાના નવા આઇફોન (કદાચ iPhone7) સાથે તૈયાર છે.

ભારતમાં 1 સપ્ટેમ્બરે જિયો લૉન્ચ થયુ જેનાથી ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સનો ઉત્સાહ વધારી દીધો છે. હવે સમગ્ર દુનિયાના સ્માર્ટફોન યૂઝર્સે iPhone7ને લઇને ઉત્સાહિત થવાનો સમય આવી ગયો છે. આ વખતે એપલ પોતાના નવા આઇફોનમાં કેટલાય નવા ફેરફાર રજૂ કરી શકે છે જેથી નવા યૂઝર્સને આકર્ષિત કરી શકાય.

7 સપ્ટેમ્બરે દર વખતની જેમ આ વખતે પણ કંપનીના સીઇઓ નવો આઇફોન લોન્ચ કરશે. વર્તમાન સમયમાં કંપનીના સીઇઓ ટિમ કુક છે જે એપલ ઇવેન્ટનું સ્ટેજ સંભાળશે.

એપલ લૉન્ચ ઇવેન્ટનું આયોજન સાન ફ્રાન્સિસ્કોના બિલ ગ્રાહમ સિવિક ઑડિટોરિયમમાં કરવામાં આવ્યુ છે. એટલા માટે મીડિયા આમંત્રણ પહેલાથી જ મોકલવામાં આવી ચૂક્યુ છે. આશા રાખવામાં આવી રહી છે કે આઇફોનનું નામ iPhone7 અને iPhone7 Plus રાખવમાં આવશે. આ સિવાય એપલ લૉન્ચ ઇવેન્ટમાં નવી એપલ વૉચ પણ લૉન્ચ કરી શકે છે. જો કે, સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી કે Apple Watch2 લૉન્ચ થશે અથવા કંપની તેને નવું નામ આપશે.

આ ઉપરાંત કંપનીનું નવુ લેપટોપ એટલે કે MacBook પણ જોવા મળી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે MacaBook Air સીરીઝના નવા લેપટોપ રજૂ કરવામાં આવશે.

એપલના લૉન્ચ ઇવેન્ટ પર સમગ્ર દુનિયાભરના સ્માર્ટફોન યૂઝર્સની નજર હોય છે, પછી તેઓ આઇફોન યૂઝ કરતા હોય કે નહીં, પરંતુ તેમની આતુરતા બની રહે છે. અમે તમને લાઇવ ઇવેન્ટ જોવાની રીત દર્શાવીયે છીયે.

iOS ડિવાઇસ અને મેકબુક : ભારતમાં લાઇવ ઇવેન્ટ 7 સપ્ટેમ્બરે લગભગ રાતના 10:30 કલાકે જોઇ શકાશે. યૂઝર્સ iOSના 7માં વર્ઝનથી ઉપરના ડિવાઇસમાં જોઇ શકશે. આ ઉપરાંત મેક કૉમ્પ્યૂટર્સના સફારી બ્રાઉઝર્સ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.

Windows 10 યૂઝર્સ : Windows યૂઝર્સ નિરાશ ના થશો. જો તમારી પાસે Windows 10 કૉમ્પ્યૂટર છે તો તમે માઇક્રોસૉફ્ટના Edge બ્રાઉઝર મારફતે લાઇવ લૉન્ચ ઇવેન્ટ જોઇ શકે છે. ગત વર્ષથી કંપનીએ Windows 10ના Edge બ્રાઉઝરમાં ઇવેન્ટ દર્શાવવાનું શરૂ કર્યુ છે.

તમને જણાવી દઇએ કે YouTube પર એપલ ઇવેન્ટની લાઇવ સ્ટ્રીમ હોતી નથી આથી યૂટ્યૂબ પર આઇફોનની લાઇવ ઇવેન્ટ શોધવામાં પોતાનો સમય પસાર ના કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 6 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud