– ઓબામાએ પણ જીએસટી બીલ માટે મોદીને અભિનંદન આપ્યા હતા
– 1 એપ્રિલ 2017થી જીએસટી લાગુ કરવાની મોદી સરકારની ઇચ્છા
નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2016
નાણામંત્રી અરુણ જેટલીએ બુધવારે કહ્યુ કે, વસ્તુ તથા સર્વિસ ટેક્સ (જીએસટી) એક મોટો બદલાવ લાવવાનુ પગલુ છે. તેનાથી ટેક્સના દર સ્થિર થશે અને બને ત્યાં સુધી તેને નીચે લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યુ કે, તેનો દર એટલો રેવન્યૂ ન્યૂટ્રલ હોવો જોઈએ કે, જેનાથી હાલમાં કેન્દ્ર અને રાજ્યના મહેસૂલના જે સ્તર છે, તેને સારી રીતે ટકાવી શકાય. તેમણે કહ્યુ કે, ટેક્સનો દર હાલામાં પણ બરાબર છે, જેનાથી કરદાતાઓને પર કોઈ ભાર નથી પડી રહ્યો.
એપ્રિલ 2017થી જીએસટી બીલ લાગુ કરવાની મોદી સરકારની ઇચ્છા
સરકાર 1 એપ્રિલ 2017થી જીએસટી અમલમાં મૂકવા ઈચ્છે છે. આઝાદી પછી પરોક્ષ મહેસૂલ ક્ષેત્રમાં તેને સૌથી મોટો સુધારો માનવામાં આવે છે. તેને અમલમાં મૂકવાથી દેશમાં સામાન અને સેવાઓની ઉપલબ્ધિ સરળતાથી થઈ શકશે. સાંસદમાં જીએસટી બીલને 8 ઓગષ્ટે પસાર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌથી પહેલા આસામે તેની મંજૂરી આપી અને 1 સપ્ટેમ્બર સુધી કુલ 16 રાજ્ય વિધાનસભાઓમાં જીએસટી બીલના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ હતી. બંધારણીય સુધારાનુ બીલ હોવાના કારણે તેને 50 ટકા વિધાનસભાઓની મંજૂરી મળવી જરૂરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ હાલમાં જીએસટી બીલ માટે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા અને કહ્યુ હતુ કે, અઘરા આર્થિક પડકારોના સમયમાં આ સાહસિક નીતિનુ ઉદાહરણ છે.