Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ઈસરોમાં જીએસએલવી-5ને લોન્ચીંગની ઘડીઓ ગણાઈ રહી છે

By  | 

300x250-images27-ભારત માટે વધુ એક માઈલ સ્ટોનની શક્યતા

– હવામાનની સચોટ માહીતી મેળવી શકાશે

બેંગ્લોર, 8 સપ્ટેમ્બર 2016

ભારત આકાશમાં વધુ એક શિખર સર કરવા જઈ રહયુ છે. હવામાન વિભાગ માટે મહત્વનો ઉપગ્રહ ઈનસેટ -3 ડીઆરને આકાશમાં તરતો મુકવા માટે જીએસએલવી-એફ 05ને છોડવાની ઘડીઓ ગણાઈ રહી છે.

શ્રઈ હરીકોટા ખાતે ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ઈએસએલવીને છોડવામાં આવશે. આજે સાંજે 4.10 વાગે તે પ્રયાણ કરશે. ગઈકાલથી જ આ માટેનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયુ છે.

2211 કિલોનો ઉપગ્રહ તરતો મુકાશે
આ પ્રયોગ સફળ થશે તો ભારત વધુ એક માઈલસ્ટોન પોતાને નામે કરી શકશે. તાજેતરમાંજ સ્વદેશી સ્ક્રૈમજેચ એન્જિનના સફળ પરિક્ષણ બાદ આ સફળતા ભારત માટે અત્યંત લાભદાયી છે. ઈનસેટ -3ડી આરમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હવામાન ખાતાની સચોટ આગાહી કરી શકે છે.

સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ (સીયૂએસ) ના ઉપયોગ જીએસએલવી-એફ ઓ 05માં પહેલી વાર કરવામાં આવી રહ્યો છે. આ ઓપરેશનમાં જીએસએલવી 2211 કિલોના હવામાન ઉપગ્રહ ઈનસેટ 3ડીઆરને અવકાશમાં પ્રસ્થાપીત કરશે.
ઈનસેટ 3ડીઆરના ફાયદા
-સૌથી વધુ ગુણવત્તાસભપર ઈમેજિંગ સિસ્ટમ અને એટમોસ્ફિયર સાઉન્ડર લગાડવામાં આવ્યુ છે.

– જમીનથી 70 કિલોમીટર સુધીની ઉંચાઈ સુધી 40 સ્તરનું વાયુમંડલનું તાપમાન અને 15 કિલોમીટરની ઉંચાઈ સુધીમાં 21 સ્તરો સુધીના ભેજના પ્રમાણનું માપ કહી શકશે.

-કલ્પના-1, ઈનસેટ-3 અને ઈનસેટ 3ડી છે જે હવામાન ખાતાની સચોટ માહીતી આપે છે. પરંતુ આ ઉપગ્રહ આ તમામ કરતા વધુ સારી ગુણવત્તા ધરાવે છે.

-મિડલ ઈન્ફ્રારેડ બૈંડની ઈમેજિંગ સિસ્ટમને લીધે રાતે પણ વાદળા અને ધુમ્મસ અંગે સચોટ માહીતી આપશે.

-બે થર્મલ ઈન્ફ્રારેડ બૈંડમાં ઈમેજિંગના માધ્યમથી દરિયાઈ તાપમાનના પણ સચોટ આંકડા પ્રાપ્ત થશે.

– ભારતીય હવામાન વિશેની માહીતી માટે વિદેશી એજન્સીઓ પર ઓછો આધાર રાખવો પડશે.

-ડેટા રિલે ટ્રાસપોટરને કારણે રાહત અને બચાવ કામમાં પણ મદદરૃપ થશે. ઈમરજન્સીમાં લોકોને શોદીને તેમની મદદ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

21 − 15 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud