અખિલેશ પોતાના ભ્રષ્ટાચારી મંત્રીને પદમુક્ત કર્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

imagesગાયત્રી પ્રજાપતિ કોલસા અને ખાણ પુરવઠો સંભાળતા હતા

– કોંગ્રેસ, બીજેપીએ અખિલેશ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા

લખનઉ, તા. 12 સપ્ટેમ્બર 2016
ઉત્તર પ્રદેશમાં સીએમ અખિલેશ યાદવે પોતાના કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિને બર્ખાસ્ત કરી દીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલ રામ નાઈકને ચિઠ્ઠી લખીને તેમને બરતરફ કરવાની ભલામણ કરી છે. ગાયત્રી પ્રજાપતિ સૂબેમાં કોલસા અને ખાણ મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
કાઢી મૂકવામાં આવેલા મંત્રી પર ભ્રષ્ટાચારના અનેક આરોપો છે અને તેને જોતા અખિલેશે તેને બરતરફ કર્યા છે. અખિલેશના આ પગલાને નુક્શાનનુ નિયંત્રણ ગણવામાં આવી રહ્યુ છે, તેથી સરકારની છબીને સુધારી શકાય.
સીએમ અખિલેશને આવા કડક પગલાં એક એવા સમયે લાવા પડ્યા છે, જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીકમાં છે અને બધા વિપક્ષી દળ શહેર-શહેર, અને ગામે-ગામ ફરી રહ્યા છે અને સત્તાધારી પાર્ટીને ઉખાડી ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસને લઈને બીજેપી અને બીએસપીને વર્તમાન અખિલેશ સરકાર પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ખાસ વાત એ છે કે, જે ગાયત્રી પ્રજાપતિને કેબિનેટ માંથી બરતરફ કરવામાં આવ્યા છે, તેમને અખિલેશના પિતા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહના અંગત માનવામાં આવે છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

46 − 37 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud