Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

એંગ્રી હનુમાન બન્યા વાયરલ

By  | 

1474351742_hanumanકર્ણાટકમાં દરેક વાહન પર  એંગ્રી હનુમાન સ્ટીકર

સોશિયલ મીડિયા પર એંગ્રી હનુમાન ટ્રેન્ડમાં

બેંગ્લોર, તા. 20 સપ્ટેમ્બર 2016
કર્ણાટકમાં એંગ્રી હનુમાનના સ્ટીકરે હાલમાં ધૂમ મચાવી છે. દરેક ટુવ્હીલરથી લઈને ફોરવ્લહીર પર એંગ્રી હનુમાનના સ્ટીકર હાલમાં ફુલ ફેશનમાં છે. નાના બાળકોથી લઈને વયસ્કો સુધીના તમામ લોકોમાં આ સ્ટીકર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે.
મેંગલુરના એક યુવાને મિત્રોના કહેવાથી એંગ્રી હનુમાનને પોટ્રેટ કર્યા હતા અને હવે એ વાયરલ બન્યા છે. પવનપુત્ર હનુમાનનું ગુસ્સે ભરાયેલુ સ્વરૂપ વોટ્સપ, ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહયુ છે. સિંદુરી કલરના હનુમાનની આંખોમાં ભરાયેલ ગુસ્સો પાકિસ્તાન સામે રોષ બતાવવાના કામમાં પણ લેવાઈ રહ્યો છે.
આ પોસ્ટર  બનાવનાર કરણ આચાર્યને ગણેશચતુર્થી નીમિત્તે કેટલાક સ્કેચ તૈયાર કરી રહ્યો હતો અને તેણે એંગ્રી હનુમાનનો સ્કેચ બનાવીને  મોકલી આપ્યો હતો જે ખૂબ પોપ્યુલર થયો અને હવે દરેક બીજી કાર કે વાહન પર તે સ્ટીકર સ્વરૂપે જોવા મળે છે. તેણે ખાલી હનુમાનનું મો જ ચીતર્યુ છે. તેની ઈચ્છા આખા એંગ્રી હનુમાન દોરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 5 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud