BMCએ નોટિસ ફટકારી સુષ્મિતાના ઘરમાંથી ડેન્ગ્યૂના લાર્વા મળ્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

susmita_thumb– તેમના પર 381-બી કલમ લાગી શકે છે, જેમાં 20,000 દંડ થઈ શકે

અભિનેત્રી સુષ્મિતા સેનને પણ મુંબઈ મહાનગર પાલિકાએ (બીએમસી) નોટિસ મોકલી છે. સુષ્મિતાના ફ્લેટની ગેલેરી અને ધાબા પરથી ડેન્ગ્યૂના લાર્વા મળ્યા બાદ આ નોટિસ મોકલવામાં આવી હતી.

BMCના એક સીનિયર ઓફિસરે જણાવ્યુ કે, ‘નગર સંસ્થાએ મુંબઈ નગર નિગમના કાયદા હેઠળ કલમ 381-બી થી સુષ્મિતા સેનને નોટિસ મોકલી છે. ખાર પશ્ચીમમાં તેમના ઘરમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારી ફેલાવનાર એડીસ ઈજિપ્ટિ મચ્છરોના લાર્વાની જગ્યા મળ્યા બાદ આ પગલા લેવામાં આવ્યા છે.’

તેમણે જણાવ્યુ કે, ‘કાયદાની કલમ હેઠળ વધુમાં વધુ 20000 રૂપિયાનો દંડ છઈ શકે છે, અને સુષ્મિતાની વિરુધ્ધમાં કેસ પણ દાખલ થઈ શકે છે.’

આ પહેલા શહિદ કપૂરને પણ ડેન્ગ્યૂ મચ્છરોના બ્રીડિંગની બાબતમાં નોટિસ આપવામાં આવેલી છે. શાહિદ કપૂરના પર્સનલ સ્વીમીંગ પુલમાં મચ્છરના લાર્વા મળી આવ્યા હતા. થોડા દિવસ પહેલા એક્ટ્રેસ વિદ્યાબાલન અને ઝરીન ખાન પણ ડેન્ગ્યૂમાં સપડાઈ ગયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 9 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud