Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

તીન તલાક મામલે કેન્દ્ર સરકારનો બચાવ કરતા કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ મેદાને

By  | 

1476454160_if-islamic-nations-can-reguતીન તલાક જો ઈસ્લામિક રાષ્ટ્રોમાં બંધ કરાવાઈ રહ્યા હોય તો ભારતમાં કેમ નહી?- કાયદાપ્રધાન

– તીન તલાક અને બહુ પત્નીત્વ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી

અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2016

તીન તલાક મામલે કેન્દ્ર સરકારનો બચાવ કરતા કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ મેદાને પડ્યા હતા.  જો મુસ્લીમ દેશોમાં આ કાયદાને બદલવામાં આવી રહ્યો છે તો ભારતમાં કેમ નહી.

સુપ્રીમમાં તીનતલાક મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સોગંદનામુ કર્યુ હતુ જેને પગલે પ્રસાદે આ નીવેદન આપ્યુ છે.

પાકિસ્તાન, ટ્યુનિશિયા, મોરક્કો, ઈરાન અને મિસર જેવા એક ડઝનથી વધુ ઈસ્લામીક રાષ્ટ્ર તીન તલાક ઉપર નિયંત્રણ કરતા કાયદા કર્યા છે. જો ઈસ્લામીક દેશમાં નવા કાયદા બનાવીને આ પરંપરાને બંધ કરવામાં આવતી હોય અને તે શરિયતની વિરૂધ્ધ ન ગણાતી હોય તો ભારત જેવા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં તીન તલાકનો મામલે નવા કાયદા કે અભિગમ કેમ ન નિભાવી શકાય.

સરકારે 7 ઓક્ટોબરે સુપ્રીમમાં એફિડેવીટ કરી છે કે બંધારણમાં તીન તલાકની કોઈ જગ્યા નથી. ભારતીય કાયદો પુરુષોને એકથી વધુ વિવાહ કે તીન તલાકને પરવાનગી નથી આપતુ અને આ ઈસ્લામનો અભિન્ન અંગ નથી.

ભારતના ઈતિહાસમાં પહેલી વાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં તીન તલાક, નિકાહ હલાલા, અને બહુપત્નિત્વનો વિરોધ કર્યો ચે અને સ્ત્રી પુરુષ બંને ને સમાન દરજ્જાનો અધિકાર આપવાના ફેવરમાં વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

41 − = 37

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud