Saurashtra Bhoomi News

પટેલ બ્રાસનાં ઓટોમેટીક પ્લાન્ટમાં આગ, લાખોનું નુકસાન

Want create site? Find Free WordPress Themes and plugins.

રાજકોટ, તા. 14 ઓક્ટોબર 2016

શહેરનાં ઉદ્યોગનગર જી. આઈ.ડી.સી. માં આવેલ પટેલ બ્રાસ નામની ફેક્ટરીનાં પ્લેટીંગ બાથ વિભાગમાં આવેલ ઓટોમેટિક પ્‍લાન્‍ટમાં વહેલી સવારે હિટ ઓવર થઇ જતાં શોર્ટ સર્કિટ થવાથી ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા ચાર ફાયર ફાયટરે એક કલાકની જહેમત ઉઠાવી હતી.

જો કે ઓટોમેટીક પ્લાન્ટ હોવાથી કોઈ માણસો ન હતા અને જાનહાની થઈ ન હતી. જે વિભાગમાં આગ લાગી હતી તેમાં કુલ 16 બાથ છે તેમાંથી બે બાથ અને તૈયાર થયેલો સંપુર્ણ માલ તથા બાથ ઉપરના મોટા સ્ટેન્ડ, એર કૂલર, છાપરા, વાયરિંગ, અને એસી સહિતનો આખો વિભાગ આગમાં ખાક થઇ જતાં લાખોનું નુકસાન થયું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.