બેંકો અને પોસ્ટ ઓફિસોને હજુ નથી મળ્યો કાળી શાહીનો જથ્થો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1479309508_bj1– નાણા બદલાવનારને કાળી શાહીનું ટપકું કરવાની સુચનાથી મૂંઝવણ

– ચૂંટણી સમયે કઈ રીતે કામગીરી કરાશે તે અંગે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય સુચનાનો પણ અભાવ : નિયમોના પાલન અંગે

ભુજ, બુધવાર તા. ૧૬ નવેમ્બર ૨૦૧૬

કેન્દ્ર સરકારના નાણા સચિવ દ્વારા હવે બેન્કો – પોસ્ટ ઓફિસમાં નોટો બદલવા આવનારા વ્યક્તિની આંગળી પર શાહી લગાવવામાં આવશે તેવી જાહેરાતથી મોટા પ્રમાણમાં મૂંઝવણ ઉભી થઈ રહી છે. એક તરફ, બેન્કો અને પોસ્ટ ઓફિસને આ કાળી શાહીનો જથૃથો પહોંચાડવામાં ન આવ્યો હોવાથી આ કામગીરી ક્યારે શરૃ થાય તે એક પ્રશ્ન છે. તો, આગામી ગ્રામપંચાયતની ચૂંટણી સમયે આ શાહીના ટપકા અંગે કઈ રીતે કામગીરી કરવી તે પ્રશ્ન પણ વહીવટીતંત્રને મૂંઝવી રહ્યો છે.

ગત આઠ દિવસથી દેશનો મહત્તમ વિસ્તાર ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બદલવા કતારમાં ઉભી ગયેલો જોવા મળી રહ્યો છે. ભીડનો લાભ લઈને લોકો વારંવાર નોટ ન બદલે તે માટે નોટ બદલાવવા આવનારની હાથની આંગળી પર શાહી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ શાહી વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયા સમયે ઉપયોગમાં લે છે તેવી જ હશે તેવું કહેવામાં આવતા સમગ્ર તંત્ર વિચાર કરતું થઈ ગયું છે. હાલ મોટા શહેરોમાં જ આંગળી પર ટપકું લગાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે ત્યારે કચ્છના શહેરોમાં આ કામગીરી ક્યારે શરૃ થશે તેની માહિતી આપવામાં આવી નથી. તો, જરૃરી શાહી પણ ન મળી હોવાથી ટપકું લગાવવાનું ક્યારે શરૃ થશે તે અંગે હજુ પ્રાથમિક અંદાજ નો પણ અભાવ વર્તાઈ રહ્યો છે.

બીજી તરફ, થોડા સમયમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન હોવાથી આંગળી પરનું ટપકું તેમાં પણ સમસ્યા ઉભી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા થયેલી સ્પષ્ટતા અનુસાર, બેન્કોમાં નોટ બદલવા જમણા હાથે, જ્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ડાબા હાથે આંગળી પર નિશાન મૂકવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ, નોટો બદલવા માટે જે પ્રકારની ભીડ જામી રહી છે ત્યાં આ સૂચનાનો અમલ કરવામાં ભુલ થાય તેવી પૂરી સંભાવના હોવાથી ચૂંટણી તંત્ર પણ અસમંજસમાં છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ નવું બહાર આવે તેવી શક્યતા હવે જોવાઈ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 6 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud