શિયાળુ સત્રના બીજા દિવસે બંને ગૃહમાં નોટબંધી પર થયો હંગામો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1479382911_2nd-day-of-winter-session-of-parliament-lok-sabha-adjourned-till-tomorrow– લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

– વડાપ્રધાનની ગેરહાજરી અને નોટબંધી પરની ચર્ચાના મુદ્દે થયો હંગામો

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2016, ગુરુવાર

શિયાળુ સત્રના બીજા દિવસે રાજ્યસભામાં વિપક્ષી દળના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહમાં હાજર ના રહેવા તથા કાળા નાણાં પર ચર્ચા કરાવવાની માંગણીને લઇને ગુરુવારે ભારે હંગામો થવાને કારણે ગૃહની બેઠકમાં કેટલીય વાર સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષ પોતાની માંગણીઓમાંથી પીછેહઠ કરવા માટે તૈયાર ન હતા ત્યારે ગૃહમાં હંગામો થતો રહ્યો. રાજ્યસભાને આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ગૃહની બેઠક શરૂ થતા અને જરૂરી દસ્તાવેજ રજૂ કર્યા બાદ તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ બ્રાયને આ મુદ્દને ઉઠાવતા કહ્યુ કે વિપક્ષી દળના કામ રોકો પ્રસ્તાવ પર કાલથી ચર્ચા ચાલી રહી હતી અને આજે પણ ચર્ચા ચાલુ રહેવી જોઇએ. તેમણે કહ્યુ કે આઠ નવેમ્બરથી નોટબંધીની જાહેરાત કરનાર ક્યાં છે. જો તે અહીંયા ઉપસ્થિત હોતા તો સારુ હતુ. ત્યારબાદ વિપક્ષી દળના સભ્યો ગૃહમાં વચ્ચે આવી ગયા અને હંગામો કરવાનું શરૂ કરી દીધુ હતુ.

લોકસભામાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ હતી. શિયાળુ સત્રના બીજા દિવસે પણ લોકસભાની કાર્યવાહીમાં હંગામો શરૂ થઇ ગયો હતો. કાલની જેમ જ આજે પણ તૃણમૂલ કૉંગ્રેસના સભ્યોએ સંસદના પરિસરમાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ હતુ. બીજીવાર ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે વિપક્ષી પાર્ટીએ પણ હંગામો શરૂ કરી દીધો હતો. નોટબંધી પર તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. હંગામો એટલો અસરકારક હતો કે ગૃહની કોઇ કાર્યવાહી શક્ય ન બની અને લોકસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દીધી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

84 + = 87

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud