– દરેક પ્રકારની ખરીદી કાર્ડથી, તેમજ મોટા બીલો ચેક દ્વારા ચૂકવશે
અલીગઢ, તા. 21 નવેમ્બર 2016, સોમવાર
મની સ્ટ્રાઈકમાં 500 અને 1000ની નોટો પર મૂકવામાં આવેલા બેનના કારણે દરેક લોકો ચિંતામાં છે, કે પોતાના કાર્યો કેવી રીતે પુરા કરશે. ખાસ કરીને જે લોકોના ઘરમાં લગ્ન છે, તે લોકોને ચિંતા છે કે, આટલી મોટી રકમનો ખર્ચ તેઓ રોકડ વગર કેવીરીતે કરશે. આ દરેક ઘટનાની વચ્ચે રસપ્રદ વાત એ છે કે, અલીગઢની મુસ્લીમ વિશ્વવિદ્યાલય (એએમયૂ)ના પ્રોફેસર પોતાની પુત્રીના લગ્ન કેશલેસ કરવા જઈ રહ્યા છે.
પુત્રીના લગ્ન ડિસેમ્બરમાં હોવા છતાય કોઈ ચિંતા નથી. તેઓએ લગ્નથી જોડાયેલ દરેક ખર્ચ ચેકથી કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે તેઓ ઘણાય મહિનાઓથી લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગયા હતા, પરંતુ 8 નવેમ્બરથી વધુ સક્રિય થઈ ગયા હતા.
તેઓએ દેશભરમાં રોકડના કારણે ઉભી થતી તકલીફોને જોઈને તેમણે મેરેજ હોમ, કેટરર્સ, સહિતના દરેક પ્રકારના મોટા ખર્ચ ચેકથી આપવાનો નિર્ણય લીધો છે. શોપીંગ પણ કાર્ડથી કરી. પ્રોફેસરનુ માનવુ છે કે, નોટબંધીનો નિર્ણય પ્રશંસનીય છે. જો ખાતામાં પૈસા હોય તો, કાર્ડ તથા ચેકથી કામ પૂર્ણ કરી શકાય છે.