ગુજરાતી ફિલ્મ પાસપોર્ટ યુ ટયુબ પર અપલોડ કરનારા એન્જીનિયર વિદ્યાર્થીની ધરપકડ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1479733511_imageupdated– સુરતના થિયેટરમાં જઈને મોબાઈલમાં ફિલ્મ રેકોર્ડીંગ કરી લીધી હતી

અમદાવાદ, સોમવાર

તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ પાસપોર્ટ યુ ટયુબ પર કેમ છો નામની ચેનલ પર અપલોડ કરનારા સુરતના એન્જીનિયરિંગના સ્ટુડન્ટની સાયબર ક્રાઈમ સેલે ધરપકડ કરી છે.

ગુજરાતી ફિલ્મ પાસપોર્ટ રિલિઝ થયા બાદ કોઈ વ્યક્તિએ આ ફિલ્મ યુ ટયુબ પર કેમ છો નામની ચેનલ પર અપલોડ કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધાવી હતી. જેને આધારે એસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એસ.ગેડમ અને પીએસઆઈ જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જેમાં પાસપોર્ટ ફિલ્મ યુ ટયુબની કેમ છો ચેનલ પર તા. ૧૬.૧૧.૨૦૧૬ નાં રોજ અપલોડ કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેને આધારે પોલીસે સુરતના નવા ડિંડોલી સ્થિત ઓમનગર સોસાયટીમાં રહેતા આરોપી સાહનીશ કિર્તીકુમાર પટેલની ધરપકડ કરી હતી.

તપાસમાં આરોપીએ તા. ૧૫.૧૧.૨૦૧૬ નાંરોજ તેના મિત્રો સાથે સુરતના એક તિયેટરમાં જઈને આ પિલ્મ પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઘરે આવીને મોબાઈલમાંથી ફિલ્મ લેપટોપમાં ડ્રાન્સફર કરી હતી. બાદમાં ઈન્ટરનેટ વડે યુ ટયુબ પર કેમ છો નામની ચેનલ પર ફિલ્મને અપલોડ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

આરોપી સાહનીશે બેચરલ ઓફ એન્જીનીયરિંગ (ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન) નો અભ્યાસ કરેલો છે અને હાલમાં તે સુરતમાં પાલ વિસ્તારના કાપડ માર્કેટમાં અભિનંદન માર્કેટીંગમાં એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતો હતો.

તેણે આ ફિલ્મ કોના કહેવાથી અને શા માટે અપલોડ કરી તેની તપાસ ચાલે છે. તે સિવાય તેને કોઈ આર્થિક ફાયદો થયો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

41 + = 47

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud