બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓને લઈ જતું વિમાન કોલંબિયામાં ક્રેશ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1480422392_brazil-chapecoense-football-team-in-colombia-air-disaster

– 72 લોકો સવાર હતા

કોલંબિયા, તા. 29 નવેમ્બર 2016, સોમવાર

બ્રાઝીલથી ફૂટબોલ પ્લેયર્સને લઇને કોલંબિયા જઇ રહેલું વિમાન ક્રેશ થઇ ગયું છે. ઘટનામાં કેટલાય લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાર નિવેદન અનુસાર વિમાન કોલંબિયામાં ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે વિમાન ઈંધણ પુરૂ થઇ ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ક્રેશ સ્થાનિક સમય અનુસાર 10:30 વાગ્યે થયું. વિમાનમાં ટીમ ઉપરાંત સ્ટાફ અને પત્રાકાર પણ સામેલ હતા.

ફૂટબોલ ટીમ સુડામેરિકન ફાઈનલ 2016માં સામેલ થવા જઇ રહી હતી. પ્રાથમિક રિપોર્ટમાં 20 લોકો ઘાયલ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી એપી એનુસાર કોલંબિયાના અધિકારીઓ એ ક્રેશની ખાતકી કરી છે. તેમનું કહેવું છે કે તેઓ પ્લેન ક્રેસ સાથે જોડાયેલી માહિતી એકત્ર કરી રહ્યાં છે. દુર્ઘટનામાં માર્યા ગાયેલા કે ઘાયલ થયેલા લોકો અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

એરપોર્ટે ટ્વિટર પર માહિતી આપી દિધી છે કે વિમાને બોલિવિયાથી ટેકઓફ થયુ હતુ. હાલ તે સ્પષ્ટ થયુ નથી કે આ પ્લેન ક્રેશમાં કોઇ જીવીત છે કે નહી. આ ખેલાડી ચેપેકોન્સેની ફૂટબોલ ટીમના હતા જે બ્રાઝિલની છે. આ ટીમ બુધવારે એટલિટિકો નેસિઓનેલના સામે કોપા સુડામેરિકાની ફાયનલ મેચ રમવાની હતી.

જોકે, હાલ વિસ્તૃત અહેવાલની પ્રતીક્ષા છે અને હજુ સુધી તે માહિતી મળી શકી નથી કે વિમાનમાં કોણ-કોણ સવાર હતા. આ એક ચાર્ટર્ડ વિમાન હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 8

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud