અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા TIMES પર્સન ઓફ ઘ યર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1481116304_n1fram8h

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ શામેલ હતું

 અમદાવાદ, તા. 7 ડિસેમ્બર 2016, બુધવાર

ટાઈમ પર્સન ઓફ ધ યર 2016ના વિજેતાની જાહેરાત થઇ ચુકી છે software task management. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ટાઈમ પર્સન ઓફ ધ યર બન્યા છે. અમેરિકન ટાઇમ મેગેઝિનના સંપાદકોએ આ સન્માન માટે અંતિમ દાવેદાર તરીકે 11 લોકોની પસંદગી કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ શામેલ હતું, જો કે તેમણે ઓનલાઇન રિડર્સ પોલમાં જીતી મેળવી હતી. અંતિમ દાવેદારમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન જેવા અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ હતો. અંતિમ પસંદગી મેગેઝિન સંપાદકીય બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

ટાઈમ પર્સન ઓફ ધ યરના દાવેદારોમાં આ વખતે મોદી, ટ્રંપ, પુતિન ઉપરાંત ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગ્ન, યુકે ઈન્ડીપેન્ડન્ટ પાર્ટીના નેતા નીગેલ ફેરેજ, અમેરિકી જીમ્નેસ્ટ અને ઓલમ્પિક સ્વર્ણ પદક વિજેતા સિમોન બિલ્સ, અમેરિકી ભૂતપૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટન અને ગાયિકા બેયોન્સ વગેરેનો સમાવેશ થાય છે. ટાઇમ મેગેઝિને દર વર્ષે સમાચારોને પ્રભાવિત કરનાર કોઈ પણ વ્યક્તિને પર્સન ઓફ ધ યર પસંદ કરે છે. નરેન્દ્ર મોદીના સંદર્ભેમાં ટાઈમ એ કહ્યું હતું કે ભારતીય વડાપ્રધાન દેશની અર્થતંત્રએ એવી સ્થિતિમાં લઇ ગયા છે જે “ઊભરતા બજાર તરીકે વિશ્વના સૌથી હકારાત્મક વાર્તા છે.”

મેગેઝીનએ કહ્યું કે કાળાનાણા પર અંકુશ લાવવા માટે મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટોનું ચલણ રદ કરવાનું પગલું લીધું, પરંતુ તેને લઇને ચિંતા એ છે કે તેના થી દેશની આર્થીક પ્રગતિ ધીમી પડી શકે છે. રવિવાર રાત્રે બંધ થયેલી રીડર્સ પોલમાં પીએમ મોદીને કુલ 18% વોટ મળ્યા હતા. વર્ષ 2012માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાં, વર્ષ 2013માં પોપ ફ્રાન્સીસ, વર્ષ 2014માં ‘એબોલા ફાઈટર્સ’ અને વર્ષ 2015માં જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલને ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

51 − 46 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud