પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન એબ્બોટ્ટાબાદ પાસે ક્રેશ થયું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1481117438_pakistan-international-airlines-plane-crashes-celebrity-preacher-among-47-on-boardચિત્રાલથી ઈસ્લામાબાદ થઇ રહેલા વિમાનમાં 40 પ્રવાસીઓ સવાર હતા

– પ્રાથમિક રિપોર્ટ અનુસાર એન્જીનમાં ખરાબી હોવાના કારણે વિમાન ક્રેશ થયું

એબ્બોટ્ટાબાદ, તા. 7 ડિસેમ્બર 2016

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું લાપતા વિમાન બુધવારે એબ્બોટ્ટાબાદની પાસે પટોલા ગામમાં ક્રેશ થઇ ગયું છે. એરલાઈન્સનું PK-661 વિમાન ચિત્રાલથી ઇસ્લામાબાદ માટે રવાના હતું. પીઆઈએના પ્રવક્ત્તા ડેનિયલ ગિલાની અનુસાર વિમાનમાં એક જાણિતા પાકિસ્તાની સિંગર સહિત 40 પ્રવાસીઓ અને 4-5 ક્રૂ મેમ્બર સવાર હતા .

વિમાને બપોરે 3.30 વાગ્યે ચિતરાલથી ટેકઓફ કર્યો અને તે 4.40 મીનીટે ઈસ્લામાબાદના બેનઝીર ભુટ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે પ્રેસ રિલીઝ જાહેર કરી આ ક્રેશ પર દુખ વ્યક્ત કર્યું. પ્રેસ રિલીધમાં પીઆઈએ એ જણાવ્યું કે 40 પ્રવાસીઓને લઈને જઈ રહેલું PK-661 ચિતલારથી ઈસ્લામાબાદ જતા સમયે કોન્ટ્રોલ ગુમાવી દેવાના કારણે દુર્ઘટનાનું શિકર બની ગયું. વિમાનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

દુર્ઘટના સમયે વિમાનમાં પાકિસ્તાની સિંગર જુનૈદ જમશેદ પોતાની પત્ની સાથે સવાર હતા. બંને વિમાનની સીટ 27A અને C પર સવાર હતા. 52 વર્ષીય સિંગર જુનૈદ ફક્ત સિંગર જ નહી પરંતુ ટેલિવિઝનની જાણીતી પર્સનાલિટી, ફેશન ડિઝાઈનર અને ગીતકાર હતા. આ ઉપરાંત તેમણે એક્ટિંગમાં પણ હાજ અજમાવી ચૂક્યાં હતા.

હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક રિપોર્ટ અનુસાર એન્જીનમાં ખરાબી હોવાની વાત કહેવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવામાં કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં 47 પ્રવાસી સવાર હતા પરંતુ પીઆઈએ વિમાનમાં 40 પ્રવાસી હોવાની વાતને સમર્થન આપ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 77 = 84

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud