Saurashtra Bhoomi News

આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા, રેપો રેટ 6.25% પર અકબંધ

Want create site? Find Free WordPress Themes and plugins.

-નોટબંધી બાદ RBIની પહેલી મોનેટરી પોલિસી

– સસ્તી લોનની આશા પર પાણી ફરી વળ્યું, બજાર તુટ્યુ

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2016, બુધવાર

સેન્ટ્રલ રિઝર્વ બેન્કની દ્વિમાસિક અને 8 નવેમ્બરના નોટબંધીના નિર્ણય બાદ પહેલી મોનીટરીંગ નીતિ જાહેર કરતા રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે રેપો રેટમાં કોઇ પણ જાતનો ઘટાડો કરવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દિધો છે.

જેમ કે બજાર અપેક્ષા કરી રહ્યુ હતુ, એનાથી વિરૂધ્ધ આરબીઆઈની મોનેટરી પૉલિસી આવી છે.આરબીઆઈના દરોમાં કોઈ બદલાવ નહીં કરવાની જાહેરાત કરી છે.

બજારમાં આશા હતી કે નોટબંધીના પ્રેશરથી બજારને બહાર લાવવા માટે રિઝર્વ બેન્ક ઓછામાં ઓછા 0.25 પોઇન્ટ ઘટાડી શકે છે. પરંતુ બજારને નારાજ કરતા રિઝર્વ બેન્કે રેપો રેટને 6.25 ટકા પર યથાવત રાખ્યો છે.

આ પહેલા ઓક્ટોબરમાં રિઝર્વ બેન્કના ગવર્નર ચૂંટાઈ આવ્યા બાદ પોતાના પહેલા રિવ્યૂમાં પણ પટેલે વ્યાજ દરોમાં 0.25 પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.