Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

હુક્કાબાર પર પ્રતિબંધ, દારૂના ખરીદ-વેચાણ બદલ 10 વર્ષની સજા

By  | 

રાજ્ય સરકારે આજે બે મહત્વની જાહેરાત કરી છે. એક તરફ સરકારે આજથી (15 ડિસેમ્બર) ગુજરાતમાં ચાલતા તમામ હુક્કાબાર પર પ્રતિબંધ લાદી દીધો છે અને બીજી તરફ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવીને સજામાં વધારો કર્યો છે. આ અંગેની જાહેરાત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી.

હુક્કાબાર મુદ્દે સજાની જોગવાઈ
maxresdefault– હુક્કાબાર ચલાવવાના કેસમાં ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા.
– 20 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ.
દારૂબંધી મુદ્દે સજાની જોગવાઈ
-દારૂના ખરીદ-વેચાણ હેરફેર કરનારા ગુનેગારો 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ.
-દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ.
– દારૂ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની કેદ.
– ગુનેગારોને નાસી જવામાં મદદ કરનાર અધિકારીને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ.
– કોઈ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરે તો 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

37 − = 32

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud