Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

દિલ્હીમાં કારચાલકે લિફ્ટ આપવાના બહાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો

By  | 

1481870401_girl-raped-in-car-bearing-ministry-of-home-affairs-sticker-in-delhi– કાર પર હોમ મિનિસ્ટ્રીનું સ્ટિકર

– પીડિત યુવતી નોકરીની શોધમાં નોયડાથી દિલ્હી આવી હતી

નવી દિલ્હી,  તા. 16 ડિસેમ્બર 2016, શુક્રવાર

દિલ્હીના મોતી બાગ વિસ્તારમાં કારચાલકે 20 વર્ષની યુવતી સાથે બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર યુવતીને નોયડા સુધી કારમાં લિફ્ટ દેવાને બહાને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપીની કાર પર ગૃહ મંત્રાલયનું સ્ટીકર લગાવેલુ હતુ. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

યુવતી નોકરીની શોધમાં નોયડાથી દિલ્હી આવી હતી
યુવતી ગુરુવારે સાંજે નોયડાથી દિલ્હી નોકરી શોધવા માટે આવી હતી. તેણી જ્યારે એમ્સ પાસે બસની રાહ જોઇ રહી હતી ત્યારે કાર સવાર એક વ્યક્તિએ તેને લિફ્ટ આપવા માટે કહ્યુ. ત્યારબાદ કારચાલકે મોતી બાગ વિસ્તારમાં કાર રોકીને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના ચંગુલમાંથી ભાગીને યુવતીએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી અને ત્યારબાદ પોલીસે તે રાત્રે જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યુ કે આરોપીની કારમાં ગૃહ મંત્રાલયનું સ્ટિકર લગાવેલું હતુ પરંતુ તે સરકારી કર્મચારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 32 = 40

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud