સહારા જૂથે 9 વખત મોદીને કરોડો રૂપિયા આપ્યા:રાહુલનો દાવો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
thumb_1482318829
img-20161221-wa0138
મહેસાણા:  
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહેસાણામાં જંગી રેલીને સંબોધતા મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, સહારા જૂથે 2013-14માં 9 વખત કરોડો રૂપિયા મોદીને આપ્યા હતા. IT ડિપાર્ટમેન્ટે 22 નવેમ્બર-14ના રોજ સહારા કંપની પર રેડ કરી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે કંપની તરફથી કોરોડો રૂપિયા મોદીને આપવામાં આવ્યા હતા. અઢી વર્ષ થવા છતાં આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ માટે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. રાહુલે વધુમાં કહ્યું હતું કે, “મોદીજી તમે મને સંસદમાં બોલવા ન દીધો. સંસદમાં તમે મારી સામે ઉભા રહેવા માટે તૈયાર ન હતા. શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે આ કાળાં નાણાં વિરુદ્ધ લડાઈ છે. પછી તેમણે કહ્યું કે આ આતંકવાદ વિરુદ્ધ લડાઈ છે. નોટબંધી દ્વારા તમારા પૈસા 6-7 મહિના બેંકમાં રાખવાનો મોદીનો ઈરાદો હતો. જેનાથી ધનવાન લોકોની લોન માફ કરી શકાય. મોદી સરકારે ખેડૂતો અને ગરબીનો પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની જમીન હડક કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે.”
 રાહુલે કહ્યું હતું કે, “દેશના 1% અમીરોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે. મોદી આ બધું સારી રીતે જાણ છે. 2014માં મોદીએ ભાષણમાં કહ્યું હતું કે, ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ.  સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છો?”
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

23 + = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud