ધોરાજીમાં 90 લાખના સોનાની લૂંટ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1482821769_5-arrested-in-muthoot-finance-robbery-case-at-dhorajiપોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ ઝપ્ત કર્યો, રિવોલ્વર કબ્જે કરી

– ગણતરીના કલાકોમાં જ રાજકોટ રૂરલ પોલીસે ભેદ ઉકેલ્યો

રાજકોટ, તા. 27 ડિસેમ્બર 2016, મંગળવાર

ધોરાજીનાં મુથૂટ ફીન કોર્પમાં ગઇકાલે 90 લાખના સોનાની ફિલ્મી અંદાઝમાં લૂંટ ચલાવાઇ હતી. આ લૂંટના બનાવના ગણતરીના કલાકોમાં જ રાજકોટ રૂરલ પોલીસે ભેદ ઉકેલીને 6 શખ્સની ધરપકડ કરી લીધી છે. આ પાંચ પૈકી ચાર શખ્સો શાપરના અને એક ધોરાજીનો હોવાનું સામે આવ્યું છે.

અગાઉ પોલીસે આ કેસમાં પાંચ આરોપીને ઝડપી પાડી માત્ર 20 લાખનો મુદ્દામાલ જ હાથ લાગ્યો હતો બાદમાં છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી લૂંટનો બાકીનો માલ ઝપ્ત કર્યો છે. પોલીસ ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરી છે.

આ લૂંટારાની માહિતી આપનારને પોલીસે 2 લાખના ઈનામની જાહેરાત પણ કરી હતી. આરોપીઓ ધોરાજીથી હાઇ-વે તરફ એક બાઇકમાં ભાગી ગયાનું સીસીટીવી કેમેરા પરથી સ્પષ્ટ થતાં ઝડપી લેવા માટે હાઇ-વે પર નાકાબંધી કરવામાં આવી હતી.

પોલીસે આરોપી પાસેથી લૂંટનો માલ સાથે લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી રિવોલ્વર પણ ઝપ્ત કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud