Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

મુલાયમસિંહને મળવા પહોંચ્યાં અખિલેશ

By  | 

-મધ્યસ્થી બન્યાં આઝમ ખાન

 -સમાધાનના પ્રયાસો

લખનૌ, તા. 3 જાન્યુઆરી 2017, મંગળવાર
સમાજવાદી પક્ષમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલો વચ્ચે મુલાયમસિંહ યાદવ અને પુત્ર અખિલેશ યાદવ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યાં છે. સમાધાનની આ કોશિશોમાં આઝમ ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આઝમ ખાન મુલાયમ સિંહને મળવા માટે દિલ્હી પહોંચ્યાં પરંતુ તેમની સાથે ફોન પર જ વાત થઇ શકી. અખિલેશ યાદવે પણ મુલાયમસિંહ સાથે ફોન પર વાત કરી. ત્યાર બાદ મુલાયમસિંહ અચાનક લખનૌ પાછા ફર્યા. અખિલેશ યાદવ પણ મુલાયમસિંહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને જૂથો વચ્ચે બેઠક ચાલી રહી છે. બેઠકમાં આઝમ ખાન પણ હાજર છે.  શિવપાલ યાદવ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચી ગયાં છે.
 દરમિયાન અખિલેશ યાદવના રામગોપાલ યાદવ અને નરેશ અગ્રવાલ સહિતના સમર્થકો  ચૂંટણી પંચને મળ્યા. રામગોપાલ યાદવે ચૂંટણી પંચને જણાવ્યું કે અખિલેશ યાદવને 90 ટકા ધારાસભ્યોનો ટેકો છે એટલા માટે તેમના પક્ષને જ સમાજવાદી પક્ષ ગણવો જોઇએ અને પક્ષનું ચૂંટણી ચિહ્ન સાઇકલ પણ તેમને જ મળવું જોઇએ. દરમિયાન આઝમ ખાને જણાવ્યું કે હજુ મોડું થયું નથી, સમાધાન થઇ શકે છે. અગાઉ સોમવારે મુલાયમસિંહ યાદવ, શિવપાલ યાદવ, અને જયાપ્રદા ચૂંટણી પંતને મળવા માટે પહોંચ્યાં હતાં અને પોતાની રજૂઆત કરી હતી. ચૂંટણી પંચ સાઇકલનું ચિહ્ન ફ્રીઝ કરીને બંને જૂથને અલગ અલગ ચૂંટણી ચિહ્ન આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર અખિલેશ યાદવ તેમના જૂથનું ચૂંટણી ચિહ્ન મોટરસાઇકલ રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud