વહેલમાં વહેલીતકે RBI જમા થયેલી જૂની નોટોના આંકડા જાહેર કરશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

– નોટબેનની યોજના અંશતઃ પૂર્ણ થતા ગણતરી મંડાણી

– અટકળોનો અંત આવશે અને સાચા આંકડાઓ મળશે તેવી આશા

અમદાવાદ,  તા. 6 જાન્યુઆરી 2017

500 અને 1000ની કોટલી જૂની નોટો બેંકો અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવામાં આવી છે તે અંગે જાતભાતની અટકળો કરવામાં આવી રહી છે. ત્યારે આરબીઆઈએ આ અટકળો ઉપર પૂર્ણવિરામ લગાવતા સ્પષ્ટતા કરી છે કે, જલદી જ તે ઓફિશ્યલી કેટલી જૂની નોટો જમા થઈ છે તેના આંકડા જાહેર કરશે.

આરબીઆઈ બેંકે આ સ્પષ્ટી કરણ એટલે આપવુ પડ્યુ છે કે નિર્દિષ્ટ બેંક નોટ (એસબીએન)ને 30મી ડિસેમ્બરે આપેલી માહિતી કે 95 ટકાથી વધુ જૂની નોટો બેંક પાસે પાછી આવી ચૂકી છે. જૂની નોટો બેંકમાં જમા કરાવવાની છેલ્લી તારીખ હતી. એ સિવાય પણ બેંકમાં ખરેખર કેટલી રકમો જમા  કરાવવામાં આવી છે તે અંગે માત્ર અંદાજા જ લગાવવામાં આવી રહ્યા છે.

આરબીઆઈએ બેંકે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વચ્ચે વચ્ચે બેંક દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે આખા દેશમાં અમુક આંકડો વટાવીને જમા થતી રકમ ઉપર આધારિત હતો. હવે નોટબંધીની યોજના પૂરી થઈ ગઈ છે અને નોટ બદલવાની પ્રક્રિયા પણ લગભગ અંશતઃ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે આંકડાઓની ગણતરી કરાઈ રહી છે અને ભૂલ ન થાય અથવા બે વાર નોટોની ગણતરી ન થાય એ રીતે ગણતરી કરીને વહેલામાં વહેલા આંકડા જાહેર કરાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

2 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud