એક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1 કલાકમાં 2.25 લાખ લોકો જમી શકે એવા પુરૂષો અને મહિલાઓ માટેના અલગ-અલગ ડોમ

– 60 હજાર કિલો બટેટા, 50 હજાર કિલો ઘઉંના લોટનો ઉપયોગ

રાજકોટ, તા. 06 જાન્યુઆરી 2017, શુક્રવાર

લેઉવા પટેલ સમાજના ગૌરવ સમાન ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવમાં હાજરી આપવાના છે. લોકોને ભકિતની સાથે પ્રસાદ પણ મળી રહી એ માટે એક વિરાટ ભોજનશાળા તૈયાર થઈ રહી છે.

મહોત્સવમાં આવતા લોકોની વ્યવસ્થાના ભાગરૂપે 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી રહી છે. ખોડલધામ આવતા લોકો માટે 17 થી 20મી જાન્યુઆરી ચાર દિવસ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. 21મી જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે મહત્વની તારીખ છે. આ દિવસે કાગવડ ખાતે નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ત્યારબાદ દર્શન માટે મંદિર ખુલ્લુ મૂકવામાં આવશે17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. ત્યારે દરરોજ અહીં લાખોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજનાં લોકો જોડાશે. અહીં આવતા લોકોને બપોરે ભોજન મળી રહે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભોજન વ્યવસ્થા સમિતિના ગોપાલભાઈ રૂપાપરા જણાવે છે કે ખોડલધામ ખાતે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 210 બાય 240 ફૂટમાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. એમાં રસોઈ બનાવવા માટે 48 ચુલ બનાવાઈ છે અને રસોઈ ઘરમાં વાસણ સાફ કરવા માટે પાણીની બે મોટી ચોકડી અને 30 નાની ચોકડી બનાવવામાં આવી છે.

આ ઉપરાંત રસોઈમાં પાણીની જરૂરીયાત માટે નજીકમાં રહેલા શકિતવનના સંપમાં અને ખોડલધામ સંસ્થાનાં સંપમાં મોટર મૂકવામાં આવી છે અને ત્યાંગી રસોઈઘર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. આ ઉપરાંત જો કયારેય મોટરમાં કંઈ ખરાબી થાય તો પાણી ઘટે નહીં તે માટે 50 ટેન્કર રાખવામાં આવ્યા છે. રસોઈઘરમાં માલ-સામાનને રાખવા માટે કાચા અને પાકા સ્ટોરરૂમ પણ બનાવવામાં આવ્યા છે.ભોજન વ્યવસ્થા સમિતિના વશરામભાઈ ચોવટીયા જણાવે છે કે ભોજનશાળામાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને વિભાગમાં 450 બાય 300 ફૂટમાં 129 કાઉન્ટર રાખવામાં આવશે. એક કલાકમાં 2.25 લાખ લોકો ભોજન લઈ શકશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સેવા આપતા સ્વયંસેવક લોકો માટે ભોજન લેવા અલગ વ્યવસ્થા કરાઈ છે. જેથી ઝડપથી ભોજન લઈને એ સેવા પર પરત ફરી શકે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud