ગુજરાતમાં આગામી ચુંટણીઓમાં ઈવીએમથી મતદાન નહિં કરવા યુથ કોંગ્રેસની માંગ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અંકિત આર.કોદાવાલાએ એક અખબાર જાગ યાદીમાં જણાવેલ છે કે આગામી ગુજરાતમાં યોજાનાર ગ્રામપંચાયતોની વિવિધ ચુંટણીઓમાં ઈવીએમ મશીનથી મતદાન ન કરવાં માંગણી કરી છે. આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં ૧૮ર૮ ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાનાર છે તેમજ આગામી ગુજરાત વિધાનસભાની પણ વહેલી ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે જૂનાગઢ જીલ્લા યુથ કોંગ્રેસ સમીતીનાં યુવા પ્રમુખે અખબારી નિવેદનથી જણાવ્યું છે કે ઈવીએમ મશીનથી વોટીંગ કરવું તે જરાપણ ભરોસાપાત્ર નથી. જેથી તાત્કાલીક લોકશાહીને ખરાઅર્થમાં ટકાવી રાખવી હોય તો રાજયની ૧૮ર૮ ગ્રામ પંચાયતોની ચુંટણીઓ અને આગામી વિધાનસભાની ચુંટણીમાં બેલેટપેપરથી મતદાન થવું જાઈએ તેવી માંગણી જૂનાગઢ જીલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અંકિત કોદાવાલાએ કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

1 + = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud