Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

યુપીમાં આદિત્યનાથે પદભાર સંભાળ્યાના ૧૨ કલાકમાં બે હાઈ-પ્રોફાઈલ હત્યા

By  | 

અલ્હાબાદ,તા.૨0
યુપીમાં યોગી આદિત્યનાથે પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ અંગે પડકાર તેમના સામે આવી ઊભો રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે શમીના સમર્થકોને માહિતી મળતા તેમણે અલ્લાહબાદ-પ્રતાપગઢ હાઈવેને બ્લોક કરી દીધો અને પોલીસ વિરૂધ્ધ નારેબાજી કરી હતી. પોલીસને આશંકા છે કે, જૂની અદાવતને કારણે હત્યા થઈ હશે. કારણ કે, શમી સપાની ટિકિટ પર કુંડાના બાહુબલિ નેતા રાજા ભૈયા સામે શમીએ ચૂંટણી લડી હતી.
શમી (ઉં.વ.૬૦) મૂળતઃ અલ્લાહબાદના દુબાહી ગામના રહેવાસી છે. તેઓ અલ્લહાબાદના મઉઆઈમા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. શમી ત્રણ વખત મઉઆઈમાના બ્લોક ચીફ પણ બન્યા હતા. સપા છોડીને બસપામાં આવેલા શમી આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવાર સુજીત કુમાર મૌર્ય સામે માત્ર ચાર મતે  હારી ગયા હતા.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, રાત્રે લગભગ ૯.૧૫ કલાકે કારને પાર્ક કરવા માટે ગેટ ખોલી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર બદમાશોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવારજનો તથા પાડોશીઓ ઘરની બહાર નીકળ્યાં હતાં. તેમણે શમીને લોહીલુહાણ અવસ્થામાં જાયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. હત્યાકાંડનો વિરોધ કરવા શમીના સમર્થકોએ બોડી મૂકીને અલ્લાહબાદ-લખનઉ હાઈવે બ્લોક કરી દીધો હતો.
પોલીસે દરમ્યાનગીરી કરીને સમજાવટ કરતા પરિવારજનોએ મૃતદેહ હટાવ્યો હતો. શામી સામે ૨૦થી વધુ કેસ દાખલ હતા શામી સામે હત્યા, લૂંટ, મારઝૂડ તથા ધમકી આપવાના લગભગ ૨૦ જેટલા ફોજદારી કેસ નોંધાયેલા હતા.
શામી અનેક વખત જેલમાં પણ ગયા હતા, છતાંય આ વિસ્તારના લોકો પરનું પ્રભુત્વ ઓછું થયું ન હતું. પ્રતાપગઢની કુંડા વિધાનસભા બેઠક ઉપર મોહમ્મદ શામીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર                    બાહુબલિ નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા સામે ચૂંટણી લડી હતી. ઉપરાંત સોરાંવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તથા યુવા મંચની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણેય વખતે શામીને સફળતા મળી ન હતી.
ભાજપે તેની સરકારમાં વેપારીઓને સંરક્ષણ આપવાની વાત કરી હતી. જાકે, યોગીએ પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ એક વેપારીની હત્યા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે જ્વેલર તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે બાઈક સવાર ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી.
મૃતક શખ્સ પર અગાઉ પણ હુમલો થઈ ચૂક્્યો હતો. આ ઘટનાના પગલે વિસ્તારના ચોકી ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ત્રણ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

41 + = 49

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud