Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ઉલ્ટી ગંગા દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં પંજાબ કરતા પણ વધુ મહીલાઓ દારૂ પીવે છે

By  | 

નવી દિલ્હી તા.ર૧
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉલ્ટી ગંગા વહી રહી છે.  ગુજરાતમાં ચોરીછુપીથી જોઇએ તેટલો દારૂ મળે છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં ગુજરાત સરકારે દારૂબંધીને વધુ અસરકારક બનાવવા કાયદો વધુ કડક બનાવ્યો છે ત્યારે નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ર૦૧પ-૧૬ના એક રિપોર્ટમાં એવુ જણાવવામાં આવ્યુ છે કે, પંજાબ કરતા ગુજરાતમાં મહિલાઓ વધુ દારૂ પીવે છે.
પંજાબમાં દારૂબંધી નથી, જયારે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં ૧પ અને ૪૯ વર્ષની વયની વચ્ચે ૦.૩ ટકા મહિલાઓ દારૂ પીવે છે. જયારે પંજાબમાં માત્ર ૦.૧ ટકા મહિલાઓ જ દારૂનું સેવન કરે છે તેમ ડેટા જણાવે છે.
આ આંકડાઓ તાજેતરમાં જ જાહેર થયા છે જે વધુમાં જણાવે છે કે, ગુજરાતના શહેરી વિસ્તારની ૦.૧ ટકા મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારની ૦.૪ ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. બીજી તરફ પંજાબમાં શહેરી વિસ્તારમાં ૦.૧ ટકા મહિલાઓ જ દારૂ પીવે છે જયારે ગ્રામીણ વિસ્તાર કોઇ મહિલાઓ દારૂનુ સેવન કરતી નથી. આ સામે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૦.૩ ટકાની આસપાસ મહિલાઓ દારૂ પીવે છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના આંકડાઓ વધુમાં જણાવે છે કે, ગુજરાતમાં ૧પ અને ૪૯ વર્ષની વય વચ્ચેના ૧૧ ટકા પુરૂષો દારૂ પીવે છે. જેમાં શહેરી વિસ્તારના ૧૦.૬ ટકા અને ગ્રામીણ વિસ્તારના ૧૧.૪ ટકા પુરૂષોનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂની પરમીટની સંખ્યા પ૬,૦૦૦ની છે તેનો અર્થ એ થયો કે બાકીના ૧૧ ટકા જેટલા લોકો દારૂ માટે બુટલેગરોનો સંપર્ક સાધતા હોય છે.
ડેટાનુ વિશ્લેષણ કરતા જણાય છે કે, ગુજરાતમાં ૪૦ લાખ જેટલા પુરૂષો અને મહિલાઓ દારૂ પીવે છે. ગુજરાત માટેના આ આંકડાઓ ચોંકાવનારા છે કારણ કે એક તો દારૂબંધી છે અને તાજેતરમાં નવો પ્રોહીબીશન કાયદો અમલી બન્યો છે જેમાં દારૂના વેચાણ અને ખરીદી માટે ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે એટલુ જ નહી રૂ.પ લાખ સુધીનો દંડ પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

69 − 63 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud