Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

રામમંદિર મુદ્દે અદાલત મધ્યસ્થી માટે તૈયારઃ સુપ્રિમ કોર્ટ

By  | 

નવી દિલ્હી તા.ર૧
વિવાદાસ્પદ રામમંદિર મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આજે અત્યંત મહત્વની ટીપ્પણી કરતા કહ્યુ છે કે, આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. તેથી તેનો ફેંસલો અદાલતની બહાર મધ્યસ્થી દ્વારા આવે તેવુ કોર્ટ ઈચ્છે છે.
જા બંને પક્ષકારો તૈયાર હોય તો મધ્યસ્થી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જાઈએ. ‘‘આ મુદ્દે મધ્યસ્થી કરવા હું પણ તૈયાર છુ’’ તેમ નામદાર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ જે.એસ.ખહેરે આ કેસ અંગે આજે સુનાવણી હાથ ધરતા ટીપ્પણી કરી હતી. તેટલું જ નહી ચીફ જસ્ટીસે આ કેસની ઝડપી સુનાવણી કરવાનો પણ ઈન્કાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસની ઝડપી સુનાવણી કરવાની માંગણી કરતી રીટ દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ મુદ્દો છે તેની જલ્દી સુનાવણી શકય નથી. સુપ્રીમ કોર્ટે આ કેસની વધુ સુનાવણી ૩૧ માર્ચે મુકરર કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, બંને પક્ષકારો સાથે બેસીને સહમતી દ્વારા મામલાનો ઉકેલ લાવે તો વધુ સારૂ રહેશે. તેમ છતાં જા સહમતી ન બની તો અમે બેઠા છીએ. ત્યાર બાદ અમે અમારી રીતે ચુકાદો આપશુ. આ ધર્મ અને આસ્થાથી જાડાયેલો મામલો છે તેમ અદાલતે જણાવ્યુ હતુ.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણીનું કેન્દ્ર સરકારે સ્વાગત કર્યુ છે. અને જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના આ આદેશને કેન્દ્ર સરકાર આવકારે છે. જયારે આ બાબતે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્રકારોએ પુછયુ તો તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
જયારે મુસ્લીમ ધર્મગુરૂ ઉમર ઈલીયાસીએ સુપ્રીમ કોર્ટની ટીપ્પણીનું સ્વાગત કરતા કહ્યુ હતુ કે, ભારતીય સંસ્કૃતિમાં હંમેશા વાતચીતના દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે.
અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયધીશોની ખંડપીઠે વર્ષ ર૦૧૦માં દસ હજાર પાનામાં ચુકાદો આપ્યો હતો. જેમાં સમગ્ર વિવાદાસ્પદ પરિસરનું ત્રણ વિભાગમાં વિભાજન કરવાનો ચુકાદો આપ્યો હતો. જે ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ કરી નાંખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પણ સાત વર્ષ જેવો સમય થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud