બાંગ્લાદેશી સગીરા દુષ્કર્મના ત્રણ આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ ઉપર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ તા. ર૧
માંગરોળમાં બાંગ્લાદેશી સગીરા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મના મામલે પોલીસ મકકમ ગતિથી તપાસમાં આગળ વધી રહી છે. બીજી બાજુ આ પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે. જેમાં વર્ષા નિતીન ગોકાણી નામની મહિલાનો પણ સમાવેશ થાય છે.
પોલીસ, ન્યાયતંત્ર અને તપાસનીશ અધિકારીઓ માટે અનેક સમસ્યાઓ સર્જી દેનાર આ પ્રકરણમાં ‘ભાષા’ મહત્વનો ભાગ ભજવી રહી છે. કારણ કે, ભોગ બનનાર સગીરા બાંગ્લાદેશી ભાષા સિવાય બીજી એકપણ ભાષા જાણતી નથી અને બાંગ્લાદેશી ભાષા કોઈ અધિકારીઓ જાણતા નથી. એવા સંજાગોમાં દુભાષીયાની મદદથી પોલીસ ઝડપભેર આગળ વધી રહી છે.
જૂનાગઢ એલસીબી દ્વારા આ પ્રકરણમાં આરોપી તરીકે જેની ધરપકડ કરવામાં આવી છે તેવી વર્ષા નિતીન ગોકાણી, જીવન ખીમા મોઢા અને શ્રીકાંત મુંડે ઉર્ફે રાજુ નામના ત્રણેય વ્યÂક્તઓને પોકસો કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
રિમાન્ડ માંગણી અરજીમાં સરકાર પક્ષે રજુઆત કરવામાં આવી હતી કે ભોગ બનનાર મુળ બાંગ્લાદેશની રહીશ છે અને તેણીને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડી તેના ઉપર અમદાવાદ અને માંગરોળ ખાતે અલગ અલગ વ્યÂક્તઓએ દુષ્કર્મ કર્યાનો આરોપ છે.
આ કામના આરોપી શ્રીકાંત ઉર્ફે રાજુએ ભોગ બનનાર સગીરાને માંગરોળની વર્ષા નિતીનકુમાર ગોકાણી નામની મહિલાને સોંપી હતી અને વર્ષાએ જીવણ ખીમા મોઢાની મદદગારીથી આ સગીરાને દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી જેના કારણે અલગ અલગ વ્યÂક્તઓએ તેના ઉપર દુષ્કર્મ આચર્યુ છે.
આ રજુઆતમાં એમ પણ જણાવાયું હતું કે, ભોગ બનનાર બાંગ્લાદેશમાંથી માંગરોળ સુધી કેવી રીતે આવી? એ જાણવું પણ અત્યંત જરૂરી છે. ગંભીર પ્રકારનો ગુન્હો હોય, ૧૪ દિવસના રિમાન્ડ આપવામાં આવે તે જરૂરી છે.
આ પછી આરોપી વર્ષા નિતીનકુમાર ગોકાણીએ જણાવ્યું હતું કે, તે આ બાબતે વધુ કંઈ જાણતી નથી પરંતુ આરોપી શ્રીકાંત ઉર્ફે રાજુ ભોગ બનનાર સગીરાએ માંગરોળ ખાતે તેના ઘરે મુકી ગયો હતો અને ત્યાંથી આરોપી નં.૩ જીવણ ખીમા મોઢાએ ભોગ બનનારને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરાયું હતું. ભોગ બનનાર માંગરોળ કેવી રીતે પહોંચી અને અને તેની સાથે કોણે કોણે દુષ્કર્મ કર્યુ છે તેની કોઈ જ વિગત તેની પાસે નથી. એટલું જ નહિ વર્ષાએ એમપણ કહયું હતું કે હું નિર્દોષ છું અને મારે બે નાના નાના સંતાનો છે. જયારે શ્રીકાંત ઉર્ફે રાજુ અને જીવણ ખીમા મોઢાએ કહયું હતું કે અમે આ બાબતે કંઈજ જાણતા નથી.
અદાલતમાં થયેલી બંને પક્ષોની રજુઆત બાદ ભોગ બનનાર સગીર વયની હોવાનું જણાતા અને તે બાંગ્લાદેશની રહીશ છે તેના ઉપર અમદાવાદ અને માંગરોળમાં દુષ્કર્મ થયેલ છે. કેસની ગંભીરતા ધ્યાને લેતા અદાલતે ત્રણેય આરોપીઓને આગામી તા.ર૮-૩-૧૭ સુધી રિમાન્ડ ઉપર સોંપેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud