તમારા માટે ચૂંટણી જીતી શકું પણ હાજરી ન ભરી શકું ; મોદી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ન્યુ દિલ્હી,તા.૨૧
ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોની સંસદમાં ઓછી હાજરીને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. અને જીએસટી વિશે પણ વાત કરી હતી.
મોદીએ કÌšં હતું કે દરેક સાંસદ સંસદગૃહ માં હાજર રહે, કોઇપણ સમયે કોઇપણને બોલાવી વાત કરી શકું છું. સાંસદો જીએસટી પોતે પણ સમજે અને લોકોને પણ સમજાવે.
વધુમાં પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે ૬ એપ્રિલ પાર્ટીના સ્થાપના દિવસ થી લઇ ૧૪ એપ્રિલ આંબેડકર જયંતી સુધી વિશેષ આયોજન કરવામાં આવે અને ૨૬ મેના રોજ જ્યારે સરકારના ત્રણ વર્ષ પુરા થવાના છે ત્યારે દરેક સાંસદોને સરકારની ઉપલÂબ્ધઓ જનતા સુધી પહોંચાડવાનું જણાવ્યુ હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગૃહની કાર્યવાહી ચાલુ થઈ તે પહેલા પાર્ટીના સાંસદોને સંબોધિત કર્યા હતા. જેમાં મોદીએ સાંસદોને આહ્વાન કર્યું હતું કે, ય્જી્‌ (ગુડ્‌સ એન્ડ સર્વિસિઝ ટેક્સ) એ સરકારની મોટી સિદ્ધિ છે. મોદીએ સાંસદોને આહ્વાન કર્યું હતું કે, તેઓ ય્જી્‌ના લાભો જનતા સુધી પહોંચાડે. સરકારની ત્રણ વર્ષની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અંગે મોદીએ સાંસદોને વાકેફ કર્યા હતા.  ઉપરાંત આગામી દિવસોમાં સરકારની વ્યૂહરચના તથા રોડમેપ અંગે વાકેફ કર્યા હતા. તા. છ એપ્રિલના પાર્ટીના સ્થાપના દિવસે અલગ-અલગ કાર્યક્રમો આયોજીત કરવા સૂચન કર્યું હતું. જેમાં પાર્ટીના કાર્યકરો સાથે બેસીને ભોજન કરવાનું સૂચન મુખ્ય હતું.
ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહેવા પણ મોદીએ સાંસદોને નિર્દેશ આપ્યો હતો.   મોદીએ કÌšં હતું કે, ઘણી વખત કોરમ નહીં થવાને કારણે ગૃહની કાર્યવાહી નથી થઈ શકતી. મોદીએ કÌšં હતું, “તમારા માટે ચૂંટણીઓ જીતી શકું, પરંતુ તમારા વતી હાજરી ન ભરી શકું.”  ઉલ્લેખનીય છે કે, પાર્ટી ત્રણ વર્ષની ઉજવણી મોટાપાયે કરવા માંગે છે. પ્રધાનોને જનતાની વચ્ચે જઈને સરકારની સિદ્ધિઓ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
જાણકારોના કહેવા પ્રમાણે, યુપી ચૂંટણીમાં વિજય બાદ મોદીનું ફોકસ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પર છે.  યુપી ચૂંટણીઓમાં વિજય પછી સાંસદોને સંબોધિત કર્યા, ત્યારે મોદીએ કÌšં હતું, “હું શાંતિથી બેસીશ નહીં અને તમને પણ ઝંપીને બેસવા નહીં દઉં.” એવું માનવામાં આવે છે કે, આગામી સમયમાં સાંસદોને અલગ-અલગ જવાબદારીઓ અને કામગીરીઓ સોંપીને ‘એÂક્ટવેટ’ કરવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 57 = 58

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud