દેવગઢ બારીયા ગેંગરેપ કેસમુદ્દે હંગામો, ગૃહમાંથી વિપક્ષનો વોકઆઉટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગાંધીનગર,તા.૨૧
ગૃહમાં અપશબ્દો બોલવાના આરોપ સર કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરેશ ધાનાણી અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂ કરતાં અધ્યક્ષે તેને બહાલી આપી હતી. જાકે, પોતે કોઈો અપશબ્દ બોલ્યાં જ હોવાની વાત પરેશ ધાનાણીએ કરી હતી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એક ગામની બે સગી બહેનો પર સામૂહિક બળાત્કારની ઘટના સંદર્ભે શરૂ થયેલી ચર્ચા બંને પક્ષે ઉગ્ર બની હતી. જેને પગલે અકળાયેલા પ્રદિપસિંહે કોંગ્રેસના સભ્યોના ચીઠ્ઠા ખોલવાની વાત કરતાં શંકરસિંહે તેનો વિરોધ કરીને તેમની સીસ્ટમ યોગ્ય ન હોવાનું કહીને વોકઆઉટ કર્યો હતો.
આ મુદ્દે પરેશ ધાનાણીએ કÌšં હતું કે, હું આજે ગૃહમાં એક શબ્દ પણ બોલ્યો નથી. મારા શાળાઓને લઈને એક પ્રશ્નો હતો જેનો જવાબ ન આપવો પડે માટે શાસક પક્ષે મને સસ્પેન્ડ કરાવી દીધો છે. હું ગૃહમાં કોઈ અપશબ્દ બોલ્યો નથી, મને પણ આશ્ચર્ય થાય છે.’
પ્રશ્નોત્તરી બાદ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ નિયમ-૧૧૬ અન્વયે તાકીદની જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરવા અંગે ચર્ચા શરૂ કરી હતી. તેણે દેવગઢ બારિયાની ગામની ઘટના અંગે બોલતા કÌšં હતું કે, ‘જેણે બળાત્કાર કર્યો છે ભાજપનો જ સરપંચ છે, અને તેના માટે ગાંધીનગરથી ફોન જાય છે. જેને પગલે અધ્યક્ષે ચંદ્રિકાબેનને બોલતાં અટકાવ્યાં હતાં અને કÌšં હતું કે, ‘તેમની વાતોમાં આક્ષેપો સિવાય કશું જ નથી.’
અધ્યક્ષની ટકોરથી કોંગ્રેસના તમામ સભ્યો ઉભા થઈ ગયા હતા. આ સમયે વચ્ચે બોલતા પરેશ ધાનાણીને અટકાવતા અધ્યક્ષે કડક શબ્દોમાં કÌšં હતું કે, ‘તમારામાં ડિસિપ્લીન જેવું છે કે નહીં. તમારા નેતા બાપુ બેઠા છે, તેમને ઓવરટેક ના કરશો.’ આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે કેસમાં થયેલી કાર્વયાહી-તપાસની માહિતી આપી હતી. તેમણે કÌšં હતું કે, ‘બળાત્કારનો આરોપી પકડાયેલો છે અને તેને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી.’ કોંગ્રેસના વિધાનોથી અકળાઈ ઉઠેલા પ્રદિપસિંહે કÌšં હતું કે, ‘બહુ ન બોલો, નહીં તો હું તમારા બધાના ચીઠ્ઠા ખોલીશ.’
આ મુદ્દે વિપક્ષના નેતા શંકરસિંહે નિવેદન કર્યું હતું કે, આ સામાન્ય બાબત નથી, માટે હળવાશથી નહીં લેતા. તેને યોગ્ય ન્યાય આપવા અનુરોધ કરું છું. પ્રદિપસિંહેને સંબોધતા શંકરસિંહે કÌšં હતું કે, ‘માફ કરજા ચીઠ્ઠા ખલોવા હોય તો ખોલી શકો છો. પણ તમારી સીસ્ટમ યોગ્ય નથી માટે અમે વોક આઉટ કરીએ છીએ.’ શંકરસિંહે આ બોલતા જ તમામ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસના વોકઆઉટ બાદ શરૂ થયેલી કાર્યવાહીમાં કેટલાક ધારાસભ્યોએ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે વોક આઉટ દરમિયાન ધારાસભ્ય પરેશ ધાનાણી અપશબ્દો બોલ્યા હતા. આ વાતને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમર્થન આપતા ધાનાણીને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. અધ્યક્ષના પ્રસ્તાવ મુકવાનું કહેતાં ભૂપેન્દ્રસિંહે આ અંગેનો પ્રસ્તાવ મુક્્યો હતો અને અધ્યક્ષે તેને મંજૂરી આપી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

88 + = 98

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud