જૂલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી યોગી, પરીકર, મૌર્ય સંસદ સભ્યપદ નહી છોડે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવી દિલ્હી તા.રર ઃ
આગામી જૂલાઈમાં દેશનાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકસભામાં પુરતુ સંખ્યાબળ જળવાઈ રહે તે માટે ભાજપનાં ત્રણ સાંસદો અને દિગ્ગજ નેતાઓ યોગી આદિત્યનાથ, મનોહર પર્રીકર અને કેશવપ્રસાદ મૌર્ય તેમનું વર્તમાન સંસદ સભ્યપદ છોડશે નહી તેવું આધારભુત સુત્રોને ટાંકતા અહેવાલોમાં જણાવાયું છે.  હાલમાં પાંચ રાજયોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આ ત્રણેય સાંસદે યુપી અને ગોવામાં પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારી સંભાળી લીધી છે પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી જોતા તેઓ સંસદનુ સભ્યપદ નહિ છોડે. મનોહર પરિકર ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. તેઓ રાજયસભાના સભ્ય છે. યોગી આદિત્યનાથ યુપીના સીએમ અને કેશવપ્રસાદ નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
યોગી ગોરખપુરથી અને મૌર્ય ફુલપુરથી ભાજપના ચુંટાયેલા સાંસદ છે. રાજયના બીજા નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા લખનૌના મેયર હતા. તેમણે પણ રાજીનામુ આપી દીધુ છે.
સાંસદથી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બનેલા આ ભાજપના નેતાઓ પાસે હજુ ૬ મહિનાનો સમય છે એટલે કે રાજીનામુ આપવા સપ્ટેમ્બર સુધીનો સમય છે. જયારે રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઇમાં છે. ભાજપના સુત્રોનુ કહેવુ છે કે આ તમામે આગામી ૬ મહિનામાં રાજયમાંથી ચૂંટાવુ પડશે અને ચૂંટાયા બાદ ૧૪ દિવસની અંદર સંસદનું સભ્યપદ છોડવુ પડશે. કોઇ ઉતાવળ નથી. સુત્રોનુ કહેવુ છે કે પક્ષનુ ધ્યાન હાલ રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર છે કારણ કે ચૂંટણીની સફળતા પછી હવે પછીના રાષ્ટ્રપતિ ભાજપના પસંદગીના હશે. યોગી અને મૌર્ય પાસે ગૃહના એક-એક ચૂંટણી ક્ષેત્ર ઉપરાંત વિધાન પરિષદમાંથી પણ પેટા ચૂંટણી લડવાનો વિકલ્પ છે કારણ કે યુપીમાં બે છે.
યોગી પહેલા મુખ્યમંત્રી રહી ચુકેલા અખિલેશ અને માયાવતી પરિષદના સભ્ય હતા કારણ કે તેઓએ વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. યોગી પણ લોકસભામાંથી રાજીનામુ આપવા હાલ ઇચ્છુક નથી જા કે પક્ષના અનેક ધારાસભ્યોએ તેમને બેઠક ખાલી કરવા ઓફર કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

62 + = 66

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud