મુસ્લીમો મારો પ્રસ્તાવ માની લે, નહીં તો કાયદાથી મંદિરનું નિર્માણ થશે : સુબ્રમણ્યમ સ્વામીએ ધમકી આપી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવી દિલ્હી, તા.૨૨
રામમંદિર મામલાને મધ્યસ્થી દ્વારા અદાલતની બહાર સમાધાન દ્વારા ઉકેલ લાવવા સુપ્રિમ કોર્ટે સૂચન કર્યુ છે અને તે બાબતે વિવિધ પક્ષકારો દ્વારા તેમના દ્રષ્ટીકોણ સ્પષ્ટ કરવામાં આવી રહયા છે ત્યારે આ મામલાનાં એક પક્ષકાર સુબ્રમણ્યમ સ્વામીએ આજે મુસ્લીમ પક્ષકારોને એવી ધમકી આપી છે કે, તેઓ તેમનો (સ્વામીનો) સમાધાનનો પ્રસ્તાવ સ્વીકારી લે. પરંતુ તેમ છતાં જા તેમનો પ્રસ્તાવ નહી માનવામાં આવે તો આગામી વર્ષ ર૦૧૮માં સંસદમાં કાયદો બનાવીને રામ મંદિરનું  નિર્માણ કરવામાં આવશે આમ સ્વામીએ પરસ્પર સહમતી સાધવાનાં બદલે એક તરફી સમાધાન સ્વીકારી લેવા ધમકીની ભાષાનો પ્રયોગ કરતા પક્ષકારોમાં નારાજગી વ્યકત થઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિર વિવાદ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ છે કે, મુÂસ્લમ સમાજ અમારો પ્રસ્તાવ માની લે નહીં તો ૨૦૧૮માં જ્યારે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી હશે ત્યારે કાયદો બનાવીને રામ મંદિર બનાવીશું. આજે વહેલી સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરી જણાવ્યુ હતું કે વિવાદાસ્પદ સ્થળ ઉપર મુÂસ્લમ સમાજ પોતાનો દાવો જતો કરે અને તેના બદલામાં સરયુ નદીના સામેના કિનારે મÂસ્જદ બનાવવામાં મદદ કરવાનો મારો પ્રસ્તાવ મુÂસ્લમ સમાજે સ્વીકારવો જાઈએ. જા મુÂસ્લમ સમાજ મારો આ પ્રસ્તાવ નહીં માને તે વર્ષ ૨૦૧૮માં રાજ્યસભામાં બહુમતિ આવતા જ કાયદો બનાવીને રામ મંદિર બનાવીશું. જા કાયદો બનાવીને રામ મંદિર બનાવવુ પડશે તો મુÂસ્લમોએ મÂસ્જદની આશાથી પણ હાથ ધોવા પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud