મોદી સરકાર મધ્યમવર્ગને જારદાર ભેટ આપશે શહેરી વિસ્તારોમાં હોમલોનમાં ૩ થી ૪ ટકા સબસીડી અપાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

દેશની વસ્તીમાં મધ્યમવર્ગનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ છે અને મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમવર્ગને થાય છે ત્યારે માત્ર આ વર્ગને જ ધ્યાનમાં રાખીને મોદી સરકારે એક જારદાર યોજના તૈયાર કરી છે જેમાં શહેરી વિસ્તારોમાં મધ્યવર્ગનાં લોકોને મકાન ખરીદવા માટે ૩ થી ૪ ટકા વ્યાજ, સબસીડી આપવામાં આવશે. આમ થવાથી મધ્યમવર્ગ ઉપરનો બોજા ઘણો હળવો બની જશે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો હતો કે મધ્યમવર્ગ ઉપરનો બોજો ઘટાડવામાં આવશે. સરકારે આ બાબતે હવે ગંભીર પ્રયાસો શરૂ કરી દીધા છે. બધાને મકાન આપવાની સરકારની ઘોષણા હેઠળ મધ્ય આવક વર્ગના લોકોને પણ સસ્તી હોમલોન આપવાનો ફેંસલો આપવામાં આવ્યો છે. આ અંગેના દિશા-નિર્દેશો જારી થયા છે. સરકારની આ ગીફટ વાર્ષિક ૧૮ લાખ સુધીની આવકવાળા મળશે. એક મોટો વર્ગ આનો હિસ્સેદાર બની શકશે. શહેરોમાં ૧ર અને ૧૮ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને હાઉસીંગ લોન ઉપર વ્યાજમાં અનુક્રમે ૪ અને ૩ ટકાની સબસીડી મળશે. ૪ ટકાનો ફાયદો મળવાથી ઇએમઆઇ પર ર૦૬રનો અને ૩ ટકાની સબસીડીમાં ઇએમઆઇ પર ર૦૧૯નો લાભ મળશે. વાર્ષિક ૧૮ લાખ સુધીની આવક મેળવનારને હોમલોન પર ર.૩૦ લાખ રૂપિયાની વ્યાજની સબસીડી મળશે. ૧ર લાખની આવકવાળાને ૯૦ વર્ગ મીટર અને ૧૧૦ વર્ગમીટર સુધીના મકાન માટે મળશે વ્યાજ સબસીડી. ૯ લાખની લોન લેનારને ર.૩પ લાખની અને ૧ર લાખની લોન લોન લેનારને ર.૩૦ લાખ રૂપિયાની વ્યાજ સબસીડી મળશે. ૧લી જાન્યુઆરી ર૦૧૭ના રોજ હોમલોન લેનારને જ આ લાભ મળશે. અવિવાહિત યુવાનોને પણ આ નવુ મકાન લેવા માટે આ સુવિધા મળશે. કેન્દ્રીય મંત્રી વેકૈયા નાયડુએ આ જાહેરાતો કરી હતી.
મોદી સરકારે હવે ભાજપના કોર વોટર માનવામાં આવતા મિડલ કલાસને ધ્યાનમાં રાખીને તેમને હાઉસિંગ લોનમાં ૩ થી ૪ ટકાની રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પહેલીવાર મકાન ખરીદનારાઓ ઉપર તો લાગુ થાય છે જ સાથોસાથ તે લોકો પર પણ લાગુ થશે જે લોકો જાન્યુઆરી બાદ મકાન ખરીદી ચૂકયાં છે. આવા લોકોને ૧૨ લાખ રૂપિયા સુધીની લોનની રકમ પર વ્યાજમાં ૩ ટકા અને ૪ ટકા સુધીની રાહત મળશે. માનવામાં આવી રહ્યું છે કે, આ રીતે મકાન ખરીદનારાઓના ઈએમઆઈમાં બે હજાર રૂપિયા સુધીનો ઘટાડો થશે. હાઉસિંગ મિનિસ્ટર વૈકેયા નાયડૂએ આ અંગેની ગાઈડલાઈન્સ રજૂ કરતા કહ્યું કે, મીડલ કલાસ ન માત્ર ઈન્કમ ટેકસ ચૂકવીને પરંતુ અન્ય દ્યણી રીતે ઈકોનોમીના ગ્રોથમાં મદદ કરે છે. આવામાં સરકારે એવા મિડલ કલાસને મદદ કરવાનો નિર્ણય લીધો છે, જે પોતાનું મકાન ખરીદવા માગે છે.લૃ આ અગાઉ સરકાર ક્રેડિટ લિંકથી સબસિડી સ્કીમ અંતર્ગત આર્થિક રીતે અસક્ષમ લોકોને જ મકાન ખરીદવા વ્યાજમાં આ રીતની રાહત આપતી હતી. પરંતુ હવે પહેલીવાર વાર્ષિક ૧૨ થી ૧૮ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને પણ આનો લાભ મળશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

52 − 42 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud