Saurashtra Bhoomi News

નરસિંહ મહેતા યુનિવર્સીટી માત્ર કાગળ ઉપર જ કોઈ માળખુ જ નથી

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી શરૂ તો થઈ ચુકી છે પરંતુ તેનુ પ્રથમ પરિણામ બીકોમ, બીએસસીનુ ખુબ જ કંગાળ આવ્યુ છે ત્યારે આ પરિણામને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ભભુમી છે. દરમ્યાન જૂનાગઢ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કાર્તિક ઠાકરે જણાવ્યું હતું કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી માત્ર કાગળ ઉપર જ ચાલી રહી છે અને તેની પાસે કોઈ જ માળખુ નથી તેમ જણાવ્યુ છે. યુનિવર્સીટી દ્વારા ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લઈ પરિણામ સુધારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.