નવી દિલ્હી તા.રપ નોટબંધી બાદ ગુજરાતમાં સૌથી મોટા ઓપરેશનની ઇન્કમટેક્ષ વિભાગ તૈયારી કરી રહી હોવાનુ જાણવા મળે છે. નોટબંધી દરમ્યાન મોટાપાયે રોકડમાં નાણા જમા કરાવનાર વ્યકિતગત લોકો અને કંપનીઓ કે જેમની પ્રોફાઇલ મેચ થતી ન હોય તે તમામ સામે ધડાધડ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં રપ૦૦૦ જેટલા સમન્સ વ્યકિતગત લોકોને પાઠવવામાં આવ્યા છે આ લોકોએ તા.૯ નવેમ્બર અને તા. ૩૧ ડિસેમ્બર વચ્ચે પોતાના બેંક ખાતામાં જમા કરાવેલ રોકડ ડિપોઝીટની વિગતો આપવાની રહેશે. જેમાંથી ૮૦૦૦ જેટલા સમન્સ તો અમદાવાદમાં પાઠવવામાં આવ્યા છે. મની લોન્ડર્સ સામે પણ ધોકો પછાડતા રજીસ્ટ્રાર કંપનીએ ગુજરાતમાં નોંધાયેલી ૧ર૦૦૦ જેટલી કંપનીઓને નોટીસો ફટકારી છે. જેમાંથી મોટાભાગની કંપનીઓ વર્ષ ર૦૦પ પહેલા નોંધાયેલી છે અને આટલા વર્ષો સુધી તે સુષુપ્ત અવસ્થામાં હતી પરંતુ નોટબંધી બાદ તે ફરી સક્રિય થઇ ગઇ હતી. આરઓસી એટલે કે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝનું માનવુ છે કે અનેક લોકોએ ઉંચા કમીશનની લાલચમાં આવી કંપનીઓમાં કાળા નાણાને ધોળા કર્યા હતા